Last Updated on by Sampurna Samachar
જોધપુરની AIIMS હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
અશ્વિની વૈષ્ણવ હોસ્પિટલમાં પહોંચ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દાઉ લાલ વૈષ્ણવનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી ગંભીર બિમાર હતા, જેના કારણે જોધપુર સ્થિત એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ તંત્રએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘અમે અત્યંત દુ:ખ સાથે કહી રહ્યા છે કે, જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઉ લાલ વૈષ્ણનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે.’
હોસ્પિટલે વધુમાં કહ્યું કે, ‘દાઉ લાલ વૈષ્ણવ છેલ્લા ઘણા દિવસોથી ગંભીર બિમાર હતા અને જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તબીબી ટીમે તમામ સંભવ પ્રયાસો કર્યા છતાં, તેમને બચાવી શકાયા નથી.
હોસ્પિટલે સંવેદના વ્યક્ત કરી
જોધપુર એમ્સ પરિવાર દિવંગત આત્માની શાંતિ હેતુ પ્રાર્થના કરે છે તેમજ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે’. અશ્વિની વૈષ્ણવ હોસ્પિટલમાં પિતાની દેખરેખ માટે જોધપુર પહોંચ્યા હતા અને એમ્સ હોસ્પિટલ ગયા હતા.