Last Updated on by Sampurna Samachar
એરબેઝ અને અન્ય શસ્ત્રોનો નાશ કરીને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું
પાકિસ્તાની સેના સામે કડક કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે પાકિસ્તાન અને POK માં સ્થિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કરીને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. જ્યાં ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદીઓને ટેકો આપીને ભારત પર હુમલો કરી રહેલી પાકિસ્તાની સેના સામે પણ કડક કાર્યવાહી કરી અને તેમના એરબેઝ અને અન્ય શસ્ત્રોનો નાશ કરીને તેમને ઘૂંટણિયે પાડી દીધા છે.

જે બાદ પાકિસ્તાનની વિનંતી પર બંને દેશો વચ્ચે સીઝફાયર લાગુ થયું હતું. આ સમગ્ર કાર્યવાહી પછી, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ગોળાનું નિરીક્ષણ કર્યું.
ઓપરેશન સિંદુર બાદ પ્રથમ મુલાકાત
ત્યારબાદ સંરક્ષણ મંત્રીએ બદામ બાગ છાવણીમાં પ્રદર્શિત કેટલાક કાટમાળ પણ જોયા હતા. અધિકારીઓએ માહિતી આપી છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ અને કાશ્મીરની સમગ્ર વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર પછી આ તેમની જમ્મુ અને કાશ્મીરની પહેલી મુલાકાત છે.
