Last Updated on by Sampurna Samachar
છાતીમાં દુખાવાની ફરિયાદ ઉઠતા દાખલ કરાયા
તાજેતરમાં એ આર રહેમાન તેમના પત્નીથી અલગ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાણીતા મ્યુઝિક કંપોઝર અને સિંગર એ આર રહેમાનને છાતીમાં દુખાવાની ફરિયાદ ઉઠતા ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર એ આર રહેમાન ( A R RAHEMAN) ને સવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેમનું ઈસીજી અને ઈકોકાર્ડિયોગ્રામ સહિતના ટેસ્ટ બાદ દાખલ કરવામાં આવ્યા. ઓસ્કર વિનર સંગીતકારની સારવાર હાલ એક્સપર્ટની ટીમ હેઠળ ચાલી રહી હોવાનુ જાણવા મળ્યુ છે.
એ આર રહેમાનને મ્યુઝિક વર્ડના કિંગ તરીકે ઓળખવામાં આવે છે. ૪ વર્ષની નાની ઉંમરથી તેમણે મ્યુઝિક શીખવાની શરુઆત કરી દીધી હતી. એ આર રહેમાનના પિતા આર કે શેખર તમિલ અને મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત મ્યુઝિક કંપોઝર હતા. રહેમાન તેના પિતાને મ્યુઝિકમાં આસિસ્ટ પણ કરી ચુક્યા છે.
સંગીતની દુનિયામાં એ આર રહેમાન ઘણાં પુરસ્કારોથી સન્માનિત
મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં એ આર રહેમાનનું મોટું યોગદાન છે. એ આર રહેમાનને અત્યારે સુધીમાં અનેક પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એ આર રહેમાન ઓસ્કર સિવાય નેશનલ ફિલ્મ એવોર્ડ, ગ્રેમી એવોર્ડ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.
ત્યારે થોડા સમય પહેલા જ એ આર રહેમાન પત્ની સાયરા બાનોથી અલગ થયા છે. વર્ષ ૧૯૯૫ માં એ આર રહેમાન અને સાયરા બાનોનો લગ્ન થયા હતા. ૨૯ વર્ષ પછી બંને તલાક લઈ અલગ થયા છે. બંનેના ૩ સંતાન છે.