Last Updated on by Sampurna Samachar
દિલ્હી બ્લાસ્ટ મામલે ખૂલાસો
વિસ્ફોટના થોડા સમય પહેલાનો ફોટો દેખાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે અને ૨૪થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કાર આતંકવાદી ડૉ. ઉમર ચલાવી રહ્યો હતો, જેનું પણ આ વિસ્ફોટમાં મોત થયું હતું.

વિસ્ફોટ પહેલા ઉમર ઘણા કલાકો સુધી લાલ કિલ્લાના પાર્કિંગમાં ઊભો રહ્યો હતો. પાર્કિંગ લોટના ગેટ પરના સીસીટીવી કેમેરામાં માસ્ક પહેરેલા ઉમરનો ફોટો કેદ થયો હતો. હવે, ઉમરનો નવો ફોટો સામે આવ્યો છે.
ઉમર અને મુઝમ્મિલની ડાયરીઓ કબજે કરી
દિલ્હી કાર બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ ડૉ. ઉમર વિસ્ફોટ પહેલા તુર્કમાન ગેટ પાસેની એક મસ્જિદમાં જોવા મળ્યો હતો. ડૉ. ઉમરે સુનહેરી મસ્જિદ પાર્કિંગમાં પોતાની કાર પાર્ક કરી અને કમલા માર્કેટ મસ્જિદમાં ગયો. એવું જાણવા મળ્યું હતું કે ઉમર ૧૦ મિનિટ ત્યાં રોકાયો હતો.
દિલ્હી પોલીસે પણ કેમેરા ફૂટેજમાં દેખાતી તસવીરની પુષ્ટિ કરી છે. આરોપી ઉમર ઉન નબી, લાલ કિલ્લા પાસેની તુર્કમાન ગેટ મસ્જિદમાં હતો. ૧૦ નવેમ્બરના રો લાલ કિલ્લા પાસે ટ્રાફિકમાં એક ૈ૨૦ કાર ચાલી રહી હતી. મોડી સાંજે એક વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં ૧૨ લોકો માર્યા ગયા છે, અને ૨૪થી વધુ ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે કેસની તપાસ NIA ને સોંપી દીધી છે.
માહિતી અનુસાર, પોલીસે આરોપીઓ, ઉમર અને મુઝમ્મિલની ડાયરીઓ કબજે કરી છે. તેમાં ૮ નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધીની તારીખો લખેલી મળી આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડાયરીઓમાં ફરિદાબાદ અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસી આશરે ૨૫ લોકોના નામ હતા. પોલીસ અને તપાસ એજન્સીઓ આ નામોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે.