Last Updated on by Sampurna Samachar
૨૦ વર્ષની કારકિર્દીમાં પ્રથમ ટેપ આઉટ
ગુંથર સામેની અંતિમ મેચમાં હારનો સામનો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટના એક યુગનો અંત આવ્યો છે. ઉઉઈના મહાન સુપરસ્ટાર જૉન સીનાએ તેમની છેલ્લી મેચ લડીને રેસલિંગ રિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમની અંતિમ મેચ ગુંથર સામે હતી, જેમાં સીનાને હારનો સામનો કરવો પડ્યો હતો.

જૉન સીના તેમની અંતિમ મેચમાં ગુંથર સામે ટેપ આઉટ થવા મજબૂર થયા હતા. આ ઉઉઈમાં એક દુર્લભ ઘટના હતી, કારણ કે ૨૦ વર્ષની કારકિર્દીમાં કદાચ આ પહેલીવાર હતું જ્યારે સીના કોઈ મેચમાં ટેપ આઉટ થયા હોય (સબમિશન હોલ્ડને કારણે મેચ ચાલુ રાખવાની અસમર્થતા).
ઘણી હોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો
મેચ સમાપ્ત થયા પછી, જૉન સીનાએ રિંગમાં તેમના શૂઝ મૂકી દીધા, જે નિવૃત્તિનું પરંપરાગત પ્રતીક માનવામાં આવે છે. આ એક ઐતિહાસિક અને ભાવનાત્મક અંત હતો. તેમની શાનદાર કારકિર્દી માટે એક ભાવુક વીડિયો પેકેજ રજૂ કરવામાં આવ્યું.
સીનાએ ફેન્સને કહ્યું કે, આટલા વર્ષોથી ફેન્સનું મનોરંજન કરવું એ સન્માનની વાત હતી. પછી ભાવુક થઈને સેલ્યુટ કર્યું. આ દરમિયાન ઘણાં દિગ્ગજ રેસલર જેમાં કર્ટ એંગલ, માર્ક હેનરી, રોબ વેન ડેમ, મિશેલ મેકકુલ અને ટ્રિશ સ્ટ્રેટસ (ઉઉઈ હોલ ઓફ ફેમર્સ) રિંગસાઇડ પર હાજર રહ્યા હતા. ધ રોક અને કેન સહિત અનેક દિગ્ગજોએ પણ વીડિયો સંદેશ દ્વારા સીનાને શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્ષ ૨૦૦૨માં ઉઉઈમાં પ્રવેશ કરનાર જૉન સીનાની કારકિર્દી સિદ્ધિઓથી ભરેલી રહી છે. તે સૌથી વધુ ૧૭ વખત ઉઉઈ ચેમ્પિયનશિપ જીતનાર રેસલર છે. રેસલિંગ ઉપરાંત, તેમણે ઘણી હોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને અનેક પુસ્તકો પણ લખ્યા છે, જેનાથી તેમની લોકપ્રિયતા વૈશ્વિક બની છે.