Last Updated on by Sampurna Samachar
Contents
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના ર્નિણયનો હવે પરિવારમાં જ વિરોધ
પરિવાર પણ ઈચ્છતો નથી કે નીતીશ કુમાર રાજ્યસભામાં જાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યસભા જવાનો ર્નિણય લઈને નીતીશ કુમારે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમના બિહાર છોડવાથી માત્ર કાર્યકરો જ નહીં પરંતુ પરિવારના સભ્યો પણ આઘાતમાં છે. પરિવાર પણ ઈચ્છતો નથી કે મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભામાં જાય. સીએમએ ભલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ હવે રાજ્યસભા જવા માંગે છે, પરંતુ પરિવાર આ ર્નિણયને ષડયંત્ર ગણાવી રહ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારના સાળા અનિલ કુમારે કેન્દ્રીય મંત્રી લલન સિંહ અને સાંસદ સંજય ઝા પર ગંભીર આરોપો લગાવ્યા છે.

મીડિયા સાથેની વાતચીતમાં અનિલ કુમારે કહ્યું, “કાર્યકરોનું તો સ્પષ્ટ કહેવું છે કે લલન સિંહ અને સંજય ઝા આ બધું કરી રહ્યા છે. ટિકિટ વહેંચણીના સમયથી જ આ બધું થયું છે. ચિરાગ પાસવાનને આટલી બેઠકો આપવાની શું જરૂર હતી. રમત તો ત્યાં જ થઈ છે. ષડયંત્ર વિના તો આ થઈ શકે નહીં.”અનિલ કુમારે સવાલ ઉઠાવ્યો કે નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યાના ૧૧૦ દિવસ બાદ જ રાજ્યસભાના ઉમેદવાર બની ગયા.
નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કાળી શાહી લગાડી
તેમણે કહ્યું કે અહીં આખી પાર્ટીમાં રાવણો બેઠા છે. જ્યાં સુધી નિશાંત નહીં આવે ત્યાં સુધી પાર્ટી બચશે નહીં. બીજી તરફ પટનામાં જેડીયુના નારાજ કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કાળી શાહી લગાડી. નીતીશ કુમારના ર્નિણયનો વિરોધ કર્યો. તમને જણાવી દઈએ કે ગત ગુરુવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભા જવા માટે નામાંકન ભર્યું હતું. ત્યારથી જ જેડીયુના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરો આને ષડયંત્ર ગણાવી રહ્યા છે. તેઓ નીતીશ કુમારને આ ર્નિણય પાછો ખેંચવા માટે કહી રહ્યા છે.
બીજી તરફ વિપક્ષ પણ સવાલ ઉઠાવી રહ્યો છે. આરજેડીના પ્રવક્તા શક્તિ સિંહ યાદવે કહ્યું, “સત્ય સામે આવી ગયું છે! નીતીશ કુમારજીએ સ્વેચ્છાએ નહીં, પરંતુ ભાજપના ટોચના નેતૃત્વના ભારે દબાણમાં રાજીનામું આપીને રાજ્યસભાનું નામાંકન કર્યું છે. ચૂંટણીમાં ભાજપ અને જેડીયુનો વાયદો હતો ‘૨૫ થી ૩૦, ફરીથી નીતીશ‘, પરંતુ પહેલા જ બજેટ સત્રમાં, માત્ર ૩ મહિનાની અંદર ભાજપે તેમને ‘ફિનિશ‘ કરી દીધા છે.”