Last Updated on by Sampurna Samachar
મોટા વાહનોના માલિકો અને ઓપરેટરો માટે ફાયદો થશે
આ ઘટાડો ૧ ઓક્ટોબરથી લાગુ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના વાહનચાલકો માટે એક રાહતના સમાચાર છે. જિલ્લાના બે મુખ્ય ટોલ પ્લાઝા – પીઠડીયા અને ભરૂડી ખાતે હેવી વાહનોના ટોલ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલી જાહેરાત મુજબ, આ ઘટાડો ૧ ઓક્ટોબરથી લાગુ કરવામાં આવ્યો છે. આ ઘટાડો ખાસ કરીને મોટા અને કોમર્શિયલ વાહનોને ધ્યાનમાં રાખીને કરાયો છે.
બસ, ટ્રક, મીની બસ અને થ્રી-એકશેલ કોમર્શિયલ વાહનોના ટોલ દરમાં ૫ (પાંચ રૂપિયા) નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી કોમર્શિયલ વાહનચાલકોને થોડી આર્થિક રાહત મળશે. જોકે, નાના વાહનો જેવા કે કાર અને જીપના ટોલ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમના માટેના વર્તમાન દરો યથાવત્ રાખવામાં આવ્યા છે. NHAI દ્વારા ટોલ દરમાં કરાયેલો આ ઘટાડો રાજકોટના આ હાઇવે પરથી પસાર થતા મોટા વાહનોના માલિકો અને ઓપરેટરો માટે ફાયદાકારક સાબિત થશે.