Last Updated on by Sampurna Samachar
પિતરાઈ ભાઈએ ફાયરિંગ કરતાં યુવકને પગમાં ગોળી વાગી
આરોપીઓને ઝડપી પાડવા સોલા પોલીસે કવાયત હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. ચાણક્યપુરી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે જેની હાલ સારવાર ચાલી રહી છે. આ અંગે આરોપીઓને ઝડપી પાડવા સોલા પોલીસે કવાયત હાથ ધરી છે.

આ ફાયરિંગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સોલા વિસ્તારમાં પિતરાઈ ભાઈએ બહેન સાથે પ્રેમસંબંધની અદાવતમાં એક યુવાનના પગમાં ગોળી મારી દીધી હોવાની ઘટના સામે આવી છે. મોન્ટુ દેસાઈના કાકાની દીકરી સાથે એક યુવાનને પ્રેમ સંબંધ હતો. જેનો ખાર રાખીને મોન્ટુ દેસાઈએ એક યુવાન પર ફાયરિંગ કર્યું છે. આ પહેલા પણ આ લોકો વચ્ચે બોલાચાલી અને હોબાળો થયો હતો. જાેકે, ત્યારે એ વાતનું સમાધાન પણ થઇ ગયુ હતુ.
સોલા પોલીસ CCTV આધારે તપાસ હાથ ધરી
યુવતીના પિતરાઈ ભાઈ મોન્ટુ દેસાઈએ યુવાન પર ફાયરિંગ કરતા પગમાં ગોળી વાગી છે. આ ઈજાગ્રસ્ત ફરિયાદીને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.