Last Updated on by Sampurna Samachar
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારની ઘટના
વીજળીના ઝટકાને કારણે તીવ્ર બ્લાસ્ટ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા ઘડાકાભેર બ્લાસ્ટ થયાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સાતમાં માળેથી ત્રણ મજુરો નિચે પટકાતા બે મજુરોનાં દુ:ખદ મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉથ બોપલમાં ભાગવત બંગલોની સામે ૭ માળની બિલ્ડીંગ પર ત્રણેય મજુરો હોર્ડિંગ લગાવતા હતા તે સમયે થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા ઘડાકાભેર બ્લાસ્ટ થતા આ દુર્ઘટના બની હતી. જે બાદ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે અને આ મામલે તપાસ શરુ કરી છે.
મજૂરના પરિવારજનો શોકમાં
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સાઉથ બોપાલ વિસ્તારના ભાગવત બંગલોની સામેલી ૭ માળની રહેણાંક બિલ્ડિંગ પર બની છે. જ્યાં ત્રણ મજૂરો હોર્ડિંગ લગાવવાનું કામ કરી રહ્યા હતા. તેઓ બિલ્ડિંગના સાતમા માળ પર કામ કરતા હતા, ત્યારે હોર્ડિંગનો એક ભાગ થાંભલાના હાઈ વોલ્ટેજ વાયર સાથે અડી ગયો હતો. જેના કારણે તાત્કાલિક વીજળીના ઝટકાને કારણે તીવ્ર બ્લાસ્ટ થયો હતો અને મજૂરોનું સંતુલન ખોરવાઈ જતા તેઓ સાતમાં માળેથી નીચે પટકાયા હતો.
ઘટના બાદ થોડી જ વારમાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને બોપલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ પોલીસે સાતમાં માળેથી નીચે પટકાયેલા ત્રણમાંથી બે મૃતક મજૂરોના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે મજૂરોને તપણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને ઘટના બાબતે તપાસ શરૂ કરી છે.
આ ઘટના અમદાવાદમાં નગરીકરણની ઝડપી ગતિ વચ્ચે મજૂરોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ દુર્ઘટનાએ ફરી એક વાર યાદ અપાવી દીધી કે, વિકાસની દોડમાં સુરક્ષાને અવગણવું મોતનું આમંત્રણ છે. જોકે પોલીસ અને વહીવટી વિભાગો દ્વારા તપાસ પૂર્ણ થતાં વધુ વિગતો સામે આવશે. મોત થયેલા મજૂરના પરિવારજનોને શોકમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે અને સમુદાયે તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી છે.