ભરણપોષણ તરીકે પત્નીને આપવા પડશે બે કરોડ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આસારામના પુત્ર નારાયણ સાંઈના થયા છૂટાછેડા

ઈન્દોરની ફેમિલી કોર્ટે બંનેના લગ્નને સત્તાવાર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો  : આઠ વર્ષથી ચાલતા કેસનોઅંત

(સંપૂર્ણ સમાચાર સેવા)​

મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈપ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યોછે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી હરપાલાની વચ્ચે લગભગઆઠ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિવાદને સમાપ્ત કરતા તેના લગ્નને સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરીદીધા છે.

ર્નિણય માત્ર બંને પક્ષો માટે વ્યક્તિગત મહત્વ રાખે છે, પરંતુ તેમાં નક્કી કરવામાં આવેલી એલીમનીએટલે કે ભરણપોષણ રકમે પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

નારાયણસાંઈ પર ગંભીર આરોપ લગાવ્યા

કોર્ટે પોતાના આદેશમાં નારાયણ સાંઈને નિર્દેશ આપ્યો કે તે પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણના રૂપમાં કરોડ રૂપિયાની એક સાછે ચુકવણી કરે. નોંધનીય છે કે નારાયણ સાંઈ વર્તમાનમાં સુરતની જેલમાં બંધ છે, જ્યાંતે દુષ્કર્મના એક ગંભીર મામલામાં આજીવન કેદની સજામાં બંધ છે. જેલમાં હોવા છતાં તેને કાયદાકીય રીતે પોતાની પત્નીને ભરણપોષણ આપવા માટે જવાબદાર માનવામાં આવ્યો છે.

કોઈ મામલો નવો નથી. જાનકી અને નારાયણ સાંઈ વચ્ચે વિવાદ છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યોછે. લાંબી કાયદાકીય કાર્યવાહી, સાક્ષીઓના નિવેદન અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મહિનાની શરૂઆતમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. જાનકીના વકીલ અનુરાગ ગોયક અનુસારબધા કાયદાકીય પાસાના અભ્યાસ બાદ કોર્ટેનો તે નિષ્કર્ણ હતો કે હવે લગ્નને જારી રાખવાનું કોઈ મહત્વરહી ગયું નથી.

અરજીમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર નારાયણ સાંઈ અને જાનકીના લગ્ન વર્ષ ૨૦૦૮મા થયા હતા. પરંતુ લગ્ન સંબંધ વધુ સમય સુધી સુખદ રહ્યો નહીં. વર્ષ ૨૦૧૩મા જ્યારે નારાયણ સાંઈ સામે ગુના નોંધાયાઅને તેની ધરપકડ થઈ, ત્યારથી બંને અલગઅલગ રહે છે. જાનકીએ કોર્ટમાં પોતાની વ્યથા જણાવતા નારાયણસાંઈ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.