Last Updated on by Sampurna Samachar
પતિ-પત્નીવચ્ચેનો ઝઘડો આપઘાતનું કારણ હોવાની માહિતી
પોલીસે ચારેય દિશામાં તપાસ શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝારખંડના રાંચીમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં જગન્નાથપુર પોલીસ સ્ટેશનના લાત્મા રોડ ચોરીમાં એક પરિવારના ત્રણ લોકોએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આપઘાત કરનારમાં એક મહિલા અને તેમનો દીકરો-દીકરી સામેલ છે. પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો સામુહિક આપઘાતનું કારણ માનવામાં આવી રહ્યુ છે.

ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ FSL ની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે, જગન્નાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકોએ આપઘાત કર્યા હોવાની જાણકારી મળી હતી.
પતિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઇ
આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે જોયું કે, ત્રણ લોકો ફાંસીના માંચડે લટકેલા હતા. ત્રણેયના મૃતદેહોને નીચે ઉતારવામાં આવ્યા અને પોલીસે તેને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ મામલે પોલીસે તપાસ શરૂ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ આપઘાતનો લાગી રહ્યો છે. પરંતુ, દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. પરિજનોના જણાવ્યા અનુસાર, પતિ-પત્નીમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. બાદમાં આ પગલું ભરવામાં આવ્યું છે. હાલ, આ મામલે પતિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.