Last Updated on by Sampurna Samachar
પોલીસને તપાસમાં મહત્વપૂર્ણ સફળતા
બે વ્યક્તિઓને પકડી તેમની પૂછપરછ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં છેલ્લા દશેક માસથી ફરાર રહેલા બે વોન્ટેડ આરોપીઓને વારસિયા પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. લાંબા સમયથી પોલીસ પકડથી બચી રહેલા આ બંને આરોપીઓની ધરપકડ થતાં તપાસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે રામોલ પોલીસને સોંપવામાં આવ્યા છે.

વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નિયમિત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હરણી–વારસિયા રીંગ રોડ પર આવેલા પંચશીલ ત્રણ રસ્તા નજીક તેમને મહત્વની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને શંકાસ્પદ રીતે ફરતા બે વ્યક્તિઓને પકડી તેમની પૂછપરછ હાથ ધરી હતી.
આગળની કાર્યવાહી માટે આરોપીઓને રામોલ પોલીસ સ્ટેશને સોંપાયા
પૂછપરછ દરમિયાન તેમની ઓળખ સાહિલ જાનમહંમદ મેમણ અને અર્જુન ગોપાલભાઈ વણઝારા તરીકે થઈ હતી. બંને આરોપીઓ ફોર વ્હીલર ગાડીઓના કટીંગ સહિતના કેસોમાં સંડોવાયેલા હોવાનું અને લાંબા સમયથી પોલીસથી બચવા માટે નાસતા ફરતા હોવાનું ખુલ્યું છે.
બન્ને આરોપીઓને બાતમી આધારે હ્યુમન સોર્સની મદદથી બાતમી હકિકતવાળી જગ્યાએથી વારસીયા પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીની અટક કરી ગુનાને આગળની કાર્યવાહી માટે રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા. આરોપીઓ પાસેથી મોબાઇલ ૩ કિંમત રૂપીયા ૩૦ હજારથી કબજે કરાયા છે.