Last Updated on by Sampurna Samachar
વડાંપ્રધાન સાને તાકાઈચીએ દોરવણી આપતાં જોવા મળ્યા
સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાઈરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના અનોખા અંદાજના કારણે ચર્ચામાં છે. જાપાન મુલાકાત દરમિયાન ટ્રમ્પને સન્માનમાં ગાર્ડ ઑફ ઑનર અપાઈ રહ્યું હતું, તે દરમિયાન તેઓ કોઈ મ્યુઝિક વીડિયો શૂટ કરી રહ્યા હોવ તેવું લાગી રહ્યું હતું. તેમણે સૈનિકોને સલામી આપવા માટે હાથ ઉઠાવ્યો, પણ તુરંત જ હાથ નીચે કરી દીધો, બાદમાં ચાલવા લાગ્યા.

જાપાનના વડાંપ્રધાન સાને તાકાઈચીએ તેમને દોરવણી આપતાં જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વાત કરીએ તો ટ્રમ્પ ત્રણ દિવસીય જાપાન મુલાકાતે છે. જાપાનના નવા વડાંપ્રધાન સાને તાકાઈચીની હાજરીમાં ટોક્યોમાં ગાર્ડ ઑફ ઑનરની સાથે તેમનું સેરેમોનિયલ વેલકમ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમને અંદાજ ન હતો કે, સેરેમોનિયલ વેલકમ દરમિયાન એક હેડ ઑફ સ્ટેટ કેવી રીતે વર્તે છે. જેના લીધે તેમની ચાલવાની ઢબ અને વર્તનની સોશિયલ મીડિયા પર હાંસી ઉડી રહી છે.
જાપાનના વડાંપ્રધાને રોકાઈને પ્રોટોકોલનું પાલન કર્યું
ટ્રમ્પને જ્યારે ગાર્ડ ઑફ ઑનર અપાઈ રહ્યું હતું, ત્યારે તેઓ પ્રોટોકોલ ભૂલ્યા હતા. તેમણે લોકોને સલામી આપવા પોતાનો હાથ ઉઠાવ્યો હતો. બાદમાં અચાનક સલામી આપ્યા વિના જ હાથ નીચે કર્યો હતો. તેમને અચાનક યાદ આવ્યું કે, આ પ્રોટોકોલમાં નથી. વધુમાં તેમણે જાપાનના વડાંપ્રધાનની સાથે ચાલવાનું હતું, અને એક સ્થળે રોકાવાનું હતું.
પરંતુ તેઓ આગળ આગળ ચાલી રહ્યા હતા. જાપાનના વડાંપ્રધાને ટ્રમ્પે રોકાવાનો ઈશારો કર્યો હોવા છતાં ટ્રમ્પે ધ્યાન ન આપ્યું. અને આગળ-આગળ ચાલતાં રહ્યાં. વીડિયો જોઈને લાગી રહ્યું હતું કે, તેઓ અલગ જ દુનિયામાં ખોવાયેલા હોય. જોકે, જાપાનના વડાંપ્રધાને રોકાઈને પ્રોટોકોલનું પાલન કર્યું.
વડાંપ્રધાન તાકાઈચીએ ટ્રમ્પને દોડીને રોક્યા હોય તેવુ લાગી રહ્યું હતું. તેઓ ઝડપથી ટ્રમ્પની નજીક પહોંચ્યા અને તેમણે ટ્રમ્પને કંઈક કહ્યું. આટલું જ નહીં, ટ્રમ્પે એક મંચ પર જવાનું હતું, જેના માટે એક ગાર્ડે તેમને ગાઈડ કર્યા, પરંતુ ટ્રમ્પે ગાર્ડને પણ નજરઅંદાજ કર્યો અને લટાર મારવા નીકળ્યા હોય તેમ ચાલી રહ્યા હતા. તેમને કંઈ જ ખબર પડી રહી ન હોય તેવુ લાગી રહ્યું હતું. અંતે જાપાનના વડાપ્રધાને તેમને રસ્તો બતાવ્યો અને ટ્રમ્પ મંચ સુધી પહોંચ્યા.
ઉલ્લેખનીય છે, ટ્રમ્પે આવું પહેલી વાર નથી કર્યું. અવારનવાર તેઓ પોતાના આ પ્રકારના વર્તન માટે સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા છે. થોડા દિવસ પહેલાં ટ્રમ્પે ભારતને એવો દેશ ગણાવ્યો હતો, જ્યાં દર વર્ષે એક નવા વડાપ્રધાન બને છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેન પણ આ પ્રકારના વર્તન માટે સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહ્યા હતાં.
 
				 
								