ઈરાન સામેના યુદ્ધમાં ભારતને નુકસાન કરવાનો ટ્રમ્પનો કારસો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર પર અમેરિકાનો હવાઈ હુમલો

ઈરાનના હુમલાના કારણે દુબઈ એરપોર્ટ કલાકો બંધ રાખવું પડયું અમેરિકા-ઇઝરાયેલના લશ્કરી થાણાને પણ નિશાન બનાવાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઇરાન સાથેના યુદ્દ વચ્ચે પણ અમેરિકાના ફાઇટર જેટ્સે ચાબહાર બંદરની જોડેના લશ્કરી કેન્દ્ર પર હુમલા કર્યા છે. આ હુમલા ઇરાનના ચાબહાર બહારના ફ્રી ટ્રેડ ઝોન પર કરવામાં આવ્યા છે. વોઇસ ઓફ અમેરિકાના એક સમાચાર મુજબ ઇરાનના પહાડોની વચ્ચે બનેલા ચાબહાર બંદરની જોડે મોટા વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે. ભારત માટ આ બંદર એક સમયનું વ્યૂહાત્મક રોકાણ હતું.

ભારતને ચાબહાર બંદરની મદદથી જ મધ્ય એશિયા જવા માટેનો રસ્તો મળે છે. ચાબહાર એવી જગ્યા છે જે ભારતને ઇરાનના રસ્તે અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપ સુધી પહોંચાડે છે. તે ભારતના પ્રાદેશિક ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરને પણ જોડે છે. આ ઝોનમાં ૨૦ વર્ષ માટે છૂટની જોગવાઈ છે.

લેબનોનમાં ઇઝરાયેલના હુમલાના લીધે ૮૫૦ લોકોના મૃત્યુ થયા

ભારતે ૨૦૨૧માં ચાબહાર ફ્રી ટ્રેડ ઝોન દ્વારા એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સથી લઈને યુરીયા પ્લાન્ટ બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તે જ વખતે ભારત અને ઇરાન વચ્ચે એક સ્ટ્રેટેજિક પોર્ટને ચલાવવાનો કરાર પણ થયો હતો. આ પોર્ટ અફઘાનિસ્તાનના લોકોને માનવીય મદદ પૂરી પાડવા મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

ઇરાને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની જો ડેની ફ્યુઅલ ટેન્ક પર હુમલો કર્યો હતો. તેના કારણે ત્યાં મોટાપાયા પર આગ ફાટી નીકળી છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટુ અને સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. તેને આ હુમલાના લીધે વિશ્વનું અત્યંત વ્યસ્ત એરપોર્ટ બંધ કરી દેવું પડયું છે. જો  કે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ યુદ્ધમાં ઇરાને હવે તેની સૌથી ઘાતક અને એડવાન્સ મિસાઇલ સેજિલનો સૌપ્રથમ વખત ઉપયોગ કર્યો છે. ઇરાને આ મિસાઇલ દ્વારા ઇઝરાયેલ અને અમેરિકાના લશ્કરી ઠેકાણાઓને લક્ષ્યાંક બનાવ્યા છે.ઇરાને આ ઉપરાંત ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કર્યો છે. આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતની સાથે બહેરીન પર પણ ડ્રોન હુમલા ક્રયા છે.

સેજિલ ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ છે. તે દુશ્મનને છકાવવામાં નિપુણ હોવાથી તેને ડાન્સિંગ મિસાઇલ પણ કહેવાય છે. આ મિસાઇલ અત્યંત ઊંચા સ્તરે ઉડીને પોતાની દિશા બદલવા અને પેંતરાબાજી કરવા પણ સક્ષમ છે. તેના લીધે ઇઝરાયેલની આયરન ડોમ જેવી સિસ્ટમ માટે પણ તેનો ટ્રેક રાખીને તેને નષ્ટ કરવી અઘરી થઈ જાય છે.

ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુતમાં સવાર પડે તે પૂર્વે જ કરેલા હુમલાના લીધે મોટાપાયા પર બોમ્બ વિસ્ફોટ થયા હતા. ઇઝરાયેલનું કહેવું છે કે તેણે હીઝબુલ્લાહના ઠેકાણાઓને લક્ષ્યાંક બનાવીને હુમલો કર્યો છે. આ ઉપરાંત ઇઝરાયેલે લેબનોનમાં જમીન આક્રમણ પણ શરૂ કરી દીધું છે.

ઇઝરાયેલે આ ઉપરાંત જણાવ્યું છે કે તેની પાસે ઇરાન સામે આગામી દિવસોમાં કમસેકમ ત્રણ અઠવાડિયા સુધી લશ્કરી કાર્યવાહી કરવાની યોજના છે. તેનો મુખ્ય હેતુ ઇરાનની લશ્કરી ક્ષમતાને ઘટાડવાનું છે. તેમા પણ તેના ખાસ કરીને મિસાઇલ માળખા, પરમાણુ સગવડો અને સુરક્ષા તંત્રને ફટકો મારવાનું છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.