Last Updated on by Sampurna Samachar
૧.૫ લાખ પંજાબી ડ્રાઈવરોની આજીવિકા જોખમમાં મુકાઈ
સમગ્ર પંજાબી સમુદાયને સજા આપવી ખોટી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ફ્લોરિડામાં થયેલા અકસ્માતને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોમર્શિયલ ડ્રાઇવરો માટે વર્કર વિઝા સ્થગિત કરી દીધા હતા. પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખીને યુએસ સરકારને વાતચીત માટે અપીલ કરી છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે ફ્લોરિડામાં પંજાબી મૂળના ટ્રક ડ્રાઈવર દ્વારા થયેલા અકસ્માત બાદ અમેરિકાએ કોમર્શિયલ ડ્રાઈવરોના વર્ક વિઝા બંધ કરી દીધા હતા. આનાથી ૧.૫ લાખ પંજાબી ડ્રાઈવરોની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ છે. વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસે તાત્કાલિક અમેરિકન સરકાર સાથે વાત કરવી જોઈએ અને વિઝા પુન:સ્થાપિત કરવા જોઈએ. એક ઘટનાના આધારે સમગ્ર પંજાબી સમુદાયને સજા આપવી ખોટી છે.
અમેરિકન ટ્રક ડ્રાઇવરોના અધિકારોનું રક્ષણ ગણાવ્યું
તમને જણાવી દઈએ કે અમેરિકાની ટ્રમ્પ સરકારે ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા H-2B, E-2 અને EB-3 જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વિઝા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ વિઝા સસ્પેન્ડ કરવાનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા, માર્ગ સલામતી અને અમેરિકન ટ્રક ડ્રાઇવરોના અધિકારોનું રક્ષણ ગણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ફ્લોરિડા ટર્નપાઇક પર એક માર્ગ અકસ્માત થયો હતો. એક ડ્રાઇવર હરજિંદર સિંહે હાઇ-વેની વચ્ચે ખોટો યુ-ટર્ન લીધો અને એક કાર તેના ટ્રક સાથે અથડાઈ. આ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા. તપાસમાં જાણવા મળ્યું કે તે ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો અને તેને ગેરકાયદેસર રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે (કામચલાઉ બિન-કૃષિ કાર્ય), E -૨ (રોકાણકાર વિઝા) અને EB -૩ (કાયમી નોકરી માટે ગ્રીન કાર્ડ) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે વિઝા સસ્પેન્શનનો આદેશ હાલના વિઝા ધારકોને લાગુ પડશે નહીં, નવા વિઝા જાહેર કરવામાં આવશે નહીં કે અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અમેરિકન ટ્રકિંગ એસોસિએશન અને ઓનર-ઓપરેટર ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવર્સ એસોસિએશનએ ટ્રમ્પ સરકારના ર્નિણયને ટેકો આપ્યો છે.