Last Updated on by Sampurna Samachar
PANNY એટલે કે ૧ સેન્ટના સિક્કાનું પ્રોડક્શન બંધ કરવા આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ચોંકાવનારો ર્નિણય લીધો છે. તેમણે PANNY એટલે કે ૧ સેન્ટના સિક્કાનું પ્રોડક્શન બંધ કરવા ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે. પેની એટલે કે ૧ સેન્ટ અમેરિકામાં સૌથી નાની કરન્સી છે.
પેનીના પ્રોડક્શનમાં થતા ખર્ચને જોતા આ ર્નિણય લેવાયો છે. એક પેનીના પ્રોડક્શનમાં ૩ સેન્ટ કરતા વધુ ખર્ચ થાય છે. એટલે જ ઘણા વર્ષોથી તેને બંધ કરવાની માંગ ઉઠી રહી હતી. એક પેની અમેરિકન ડોલરના ૧૦૦ મા હિસ્સા બરાબર હોય છે. અમેરિકામાં ૧૮૫૭ માં હાફ સેન્ટનું પ્રોડક્શન બંધ કરાયું હતું અને તે પછીથી અત્યાર સુધી પેની એટલે કે એક સેન્ટના સિક્કા અમેરિકાની સૌથી નાની કરન્સી છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ઘણા વર્ષોથી અમેરિકામાં પેનીનું પ્રોડક્શન થઈ રહ્યું છે અને જેની પડતર ૨ સેન્ટથી વધુ છે. તેમણે તેને પૈસાની બરબાદી જણાવતા તેમણે ટ્રેઝરી સેક્રેટરીને નવી પેનીનું પ્રોડક્શન બંધ કરવા કહ્યું હોવાનું જણાવ્યું હતું. ગત મહિને ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)એ ૧ સેન્ટના સિક્કાની પડતર અંગે વાત કરી હતી. તે પછીથી તેનું પ્રોડક્શન બંધ કરવાની માગ જોર પકડવા લાગી હતી.
વર્ષ ૨૦૨૩માં યુએસ મિન્ટે લગભગ ૪.૧ અબજ પેનીનું પ્રોડક્શન કર્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪માં યુએસ મિન્ટે કહ્યું હતું કે, એક પેનીના પ્રોડક્શનમાં ૩.૭ સેન્ટનો ખર્ચ આવે છે. જે ગત વર્ષની સરખામણીમાં ૨૦ ટકાથી વધુ છે.
ઝિંક અને કોપર સહિતના મેટલ્સની કિંમતમાં થયેલા વધારાના કારણે સિક્કા બનાવવા મોંઘા પડી રહ્યા છે. ૨૦૧૩માં બ્રુકિંગ ઈન્સ્ટીટ્યૂશને પણ પેનીનું પ્રોડક્શન બંધ કરવાની તરફેણ કરી હતી. જોકે, અમેરિકાની કરન્સીમાં કયું મેટલ વપરાશે અને તેની ડિઝાઈન કેવી હશે તે કાયદા ઘડનારા નક્કી કરતા હોય છે, ત્યારે શું ટ્રમ્પ અમેરિકન સંસદ કોંગ્રેસની મંજૂરી વિના આવો કોઈ ફેરફાર કરી શકે ખરા? તે સવાલ પણ પૂછાઈ રહ્યો છે.
કેટલાક એક્સપર્ટસનું માનવું છે કે, ટ્રેઝરી સેક્રેટરી સંસદની મંજૂરી વિના કરન્સીનું પ્રોડક્શન બંધ કરી શકે છે. ટ્રમ્પના આ ર્નિણયની તરફેણ કરનારાઓનું કહેવું છે કે, તેનાથી ખર્ચ બચશે, ચેકઆઉટ્સમાં ઝડપ આવશે અને પેનીનો સંગ્રહ થવાનું ઘટશે. કેનેડા જેવા કેટલાક અન્ય દેશોએ તો પહેલેથી જ પેનીને તબક્કાવાર ચલણમાંથી બહાર કરવાનું શરૂ કરી દીધું છે. કેનેડાએ વર્ષ ૨૦૧૨માં પેનીનું પ્રોડક્શન બંધ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહિવટી તંત્રનું ધ્યાન સતત ખર્ચ પર કાપ મૂકવામાં, સંપૂર્ણ એજન્સીઓ અને મોટી સંખ્યામાં ફેડરલ વર્કફોર્સને નોકરીમાંથી હાંકી કાઢવા પર કેન્દ્રીત છે.
સાથે જ ગત ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ જુદા-જુદા દેશો પર પારસ્પરિક ટેરિફ પણ લગાવશે. જાેકે, તેમણે કયા દેશો પર આ ટેરિફ લગાવાશ તે જણાવ્યું ન હતું. તેમણે સંકેત આપ્યો હતો કે, જે પણ દેશ અમેરિકા પર વધુ ટેરિફ લગાવે છે, તેઓ તેના પર પણ એટલો જ ટેરિફ લગાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં પણ સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા ટેરિફ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પ ફાર્માસ્યૂટિકલ, ઓઈલ અને સેમીકન્ડક્ટર જેવી વસ્તુઓ પર પણ ટેરિફ લગાવી શકે છે. જોકે, ટ્રમ્પનું આ પગલું સમગ્ર દુનિયા પર આર્થિક અસર કરી રહ્યું છે.