ઈરાન વિરુદ્ધ અપશબ્દનો પ્રયોગ કરતા ટ્રમ્પ વિવાદમાં

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમેરિકામાં ઉઠી રાષ્ટ્રપતિ ટ્રમ્પને હટાવવાની માંગ

અમેરિકામાં વિપક્ષી સાંસદો તરફથી તેમની વિરુદ્ધ ૨૫મા સંશોધન હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગઉગ્ર બની

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઈરાન વિરુદ્ધ અપશબ્દ બોલી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફસાઈ ગયા છે. અમેરિકામાં વિપક્ષી સાંસદો તરફથી તેમની વિરુદ્ધ ૨૫મા સંશોધન હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ ઉગ્ર બની છે. ઓછામાં ઓછા સાંસદોએ ટ્રમ્પને હટાવવા માટે કાયદાનો ઉપયોગ કરવાની માંગ કરી છે. સાંસદોનું કહેવું છે કે ટ્રમ્પ પોતાના કર્યત્વોને નિભાવવામાં અક્ષમ છે. તેમને ખુરશીમાંથી હટાવવાનો એકમાત્ર વિકલ્પ છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિને હટાવવા કે હટવાને લઈને ૨૫મા સંશોધનમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. કાયદા હેઠળ રાષ્ટ્રપતિને હટાવવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિ બાકી સમય માટે તેમનો કાર્યભાર ગ્રહણ કરે છે.

હું પણ ટ્રમ્પને હટાવવાની માંગ કરુ છું

ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પોતાની એક પોસ્ટમાં ઈરાનને લઈને વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કર્યો, જેનાથી અમેરિકી વિપક્ષના સાંસદ ભડકી ગયા છે. યુએસ સ્ટેટ પ્રતિનિધિ બેક્કા બાલિંટે એક પોસ્ટમાં કહ્યુંઓબામાકે બાઇડેને પ્રકારની વાત કહી હોત તો રિપબ્લિકન શું કરત? બધા લોકો તેમને હટાવવાની માંગ કરતા. હું પણ ટ્રમ્પને હટાવવાની માંગ કરુ છું.

સીનેટર ક્રિસ મર્ફીએ પોસ્ટ કરી લખ્યુંજો  હું ટ્રમ્પ કેબિનેટમાં હોત તો૨૫મં સંશોધન લાગૂ કરવા માટે તેમના વકીલો સાથે વાત કરત. ટ્રમ્પ લોકોની હત્યા કરવામાં લાગ્યા છે. રીતેકોંગ્રેસ સભ્ય યાસ્મીન અંસારીએ પોસ્ટમાં લખ્યુંરાષ્ટ્રપતિ ટ્રમ્પ પાગલ થઈ ગયા છે. તેમની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનો યોગ્ય સમય છે. કારણ કે ટ્રમ્પને કારણે દુનિયા ખતરામાં છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિને પદથી હટાવવા/હટવાને લઈને ૨૫મા સંશોધન હેઠળ એક કાયદો પસાર કરવામાંઆવ્યો હતો. તેમાં રાષ્ટ્રપતિના અચાનક મોત કે અસમર્થ થવા પર આગળના વિકલ્પ વિશે જણાવવામાં આવ્યુંછે. રાષ્ટ્રપતિના હટવા કે હટાવવા પર ઉપરાષ્ટ્રપતિ તેમના પદને બાકીના કાર્યકાળ સુધી સંભાળી શકે છે. કાયદાને અમલમાં લાવવા માટે પહેલા કેબિનેટે એક પ્રસ્તાવ લાવવાનો હોય છે.

રાષ્ટ્રપતિ જો  તેનો વિરોધ કરેતો તેને સંસદમાં લઈ જવામાં આવે છે. સીનેટ અને કોંગ્રેસના જો  / સભ્યો પ્રસ્તાવને મંજૂર કરે તોરાષ્ટ્રપતિએ ખુરશી છોડવી પડે છે. એક્સપ્રેસ યુકે પ્રમાણે ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદત્રણ દિવસની રજા લીધી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.