Last Updated on by Sampurna Samachar
જાપાનમાં પૂર્વ US રાજદૂત રહેમ ઇમેન્યુઅલનુ નિવેદન
ભારત સાથેના સંબંધો બગાડ્યા હોવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ US રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ચીફ ઓફ સ્ટાફ અને જાપાનમાં પૂર્વ US રાજદૂત રહેમ ઇમેન્યુઅલે ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પે ભારત-અમેરિકા સંબંધોને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. ટ્રમ્પને લોભી છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પે ઘમંડ અને પાકિસ્તાન પાસેથી મળેલા કેટલાક પૈસા માટે ભારત સાથેના સંબંધો બગાડ્યા છે.
ઇમેન્યુઅલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “ચીન સામે અમેરિકા માટે ભારત એક મુખ્ય વ્યૂહાત્મક સંતુલન બની શક્યું હોત. તે ઉત્પાદન અને ટેકનોલોજી તેમજ લશ્કરી સહયોગમાં અમેરિકા માટે ફાયદાકારક હોઈ શક્યું હોત, પરંતુ યુએસ રાષ્ટ્રપતિના ર્નિણયોએ ભારત સાથેના સંબંધો બગાડ્યા છે. તેમણે ૪૦ વર્ષની વ્યૂહાત્મક તૈયારી બગાડી નાખી છે.”
ટ્રમ્પે ભારત સાથેના સંબંધોમાં ખટાશ લાવી
ભારત સાથેના સંબંધો બગડવા માટે ઇમેન્યુઅલે ટ્રમ્પને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે તેને ટ્રમ્પની સૌથી મોટી ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું કે, “બંને દેશોની લોકશાહી સરકારોએ આ ભાગીદારી વિશ્વાસના પાયા પર બનાવી હતી, જે નાશ પામી છે.”
છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત-અમેરિકા સંબંધો વણસ્યા છે. ઓપરેશન સિંદૂર પછી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાકિસ્તાનની નજીક આવ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે પણ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોમાં ખટાશ લાવી છે. તેમણે ભારતને નિશાન બનાવ્યું છે. ૫૦ ટકા ટેરિફ પણ લાદવામાં આવ્યો હતો.