Last Updated on by Sampurna Samachar
૨૦૦૩ માં જેફરી એપસ્ટેઇનના જન્મદિન લખેલા પત્ર મુદ્દે ટ્રમ્પની ફટકાર
ખોટા સમાચાર છાપ્યા તો કેસ કરીશ : ટ્રમ્પ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) તેની પેરેન્ટ કંપની ન્યૂઝકોર્પ અને તેના માલિક રુપર્ટ મર્ડોક પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. ટ્રમ્પે તેમના પર કેસ કરવાની ધમકી પણ આપી છે. બીજી તરફ તે જ વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ ભારતમાં વિમાન દુર્ઘટના અંગે એક અહેવાલ આપ્યો હતો, જેના પછી ભારતમાં સખત ઠપકો આપવામાં આવ્યો હતો.

એટલે કે, વોલ સ્ટ્રીટ જર્નલને ચારેબાજુથી ફટકાર પડી રહી છે. જ્યાં ટ્રમ્પે અખબારના માલિકને શા માટે ઠપકો આપ્યો છે, એટલે કે, તેમણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ટ્રમ્પ WSJ ના સમાચાર પર ગુસ્સે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૦૩ માં જેફરી એપસ્ટેઇનના ૫૦મા જન્મદિવસ પર ટ્રમ્પે તેમને એક પત્ર લખ્યો હતો.
WSJ ની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવ્યા
આ પત્રમાં કથિત રીતે એક નગ્ન મહિલાનો ફોટો અને કેટલીક અશ્લીલ વસ્તુઓ હતી. WSJ એ દાવો કર્યો હતો કે આ પત્રો એપસ્ટેઇનના સહયોગી ઘિસલીન મેક્સવેલ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું, “મેં પોતે રુપર્ટ મર્ડોક અને ઉજીત્ન ના સંપાદક અમા ટકરને કહ્યું હતું કે આ પત્ર ખોટો છે. મારા પ્રવક્તા કેરોલિન લેવિટે પણ તેમને ચેતવણી આપી હતી. પરંતુ તેઓએ મારી વાત સાંભળી નહીં અને આ ખોટા સમાચાર પ્રકાશિત કર્યા.
ટ્રમ્પે ગુસ્સામાં કહ્યું, “હું ટૂંક સમયમાં WSJ, ન્યૂઝ કોર્પ અને મર્ડોક પર દાવો કરીશ. પત્રકારોએ સત્ય બોલતા શીખવું પડશે.” ટ્રમ્પે એમ પણ કહ્યું કે જાે આ સમાચારમાં થોડું પણ સત્ય હોત તો જેમ્સ કોમી, જોન બ્રેનન અથવા હિલેરી ક્લિન્ટન જેવા તેમના વિરોધીઓએ વર્ષો પહેલા તેનો ખુલાસો કર્યો હોત. ઉજીત્ન ને “ગંદા અખબાર” ગણાવતા તેમણે દાવો કર્યો કે તેમણે પહેલાથી જ ABC અને CBC જેવા મોટા મીડિયા હાઉસને મુકદ્દમામાં હરાવી દીધા છે.
અગાઉ, WSJ પણ ભારતમાં વિમાન દુર્ઘટનાના સમાચાર પર વિવાદમાં ફસાઈ ગયું છે. WSJ એ અમદાવાદમાં એર ઈન્ડિયાના અકસ્માતના સમાચારમાં ખોટી માહિતી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સમાચારે ભારતમાં ઘણો હોબાળો મચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તેમને “બેજવાબદાર પત્રકારત્વ” ગણાવ્યું અને WSJ ની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવ્યા. ઘણા લોકોએ તેને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવ્યો.