Last Updated on by Sampurna Samachar
ગરબાડામાં નારિયેળ ભરેલી ટ્રક પલટતા લોકોની લૂંટ
ઇજાગ્રસ્ત ડ્રાઈવર કે કંડક્ટરને મદદ કરવાને બદલે લોકો જે હાથમાં આવે તે રીતે નારિયેળ લૂંટીને ભાગવા લાગ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ પુલ પર આજે એક વિચિત્ર અને શરમજનક ઘટના સામેઆવી છે. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલી લીલા નારિયેળ ભરેલી એક લોડિંગ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જાેકે, અકસ્માત બાદ ઇજાગ્રસ્તોની મદદ કરવાને બદલે સ્થાનિક લોકોમાં નારિયેળલૂંટવાની દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, પાટીયાઝોલ પુલ પર ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈહતી. ટ્રકમાં ભરેલા સેંકડો લીલા નારિયેળ રસ્તા પર વેરાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસનાલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પણ ઇજાગ્રસ્ત ડ્રાઈવર કે કંડક્ટરને મદદ કરવાને બદલે લોકો જે હાથમાંઆવે તે રીતે નારિયેળ લૂંટીને ભાગવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસનો કાફલો સ્થળ પરપહોંચ્યો હતો અને લાઠીના જાેરે લૂંટ ચલાવી રહેલા લોકોને ભગાડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઈવર અને કંડક્ટરને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટીયાઝોલ પુલ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાંલોકોની આવી સંવેદનહીનતા ચર્ચાનો વિષય બની છે.