Last Updated on by Sampurna Samachar
જર્મનીમાં અંગત લોકોની હાજરીમાં કર્યા લગ્ન
મહુઆ મોઈત્રા પ્રથમ વખત ૨૦૧૯માં સાંસદ બન્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તૃણમુલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઈત્રા જર્મનીમાં લગ્ન તાંતણે બંધાયા છે. BJD ના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. મહુઆએ ત્રણ મેના રોજ પિનાકી સંગ લગ્ન કર્યા હતાં. પિનાકી BJD માંથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. પ્રથમ વખત ૧૯૯૬માં સાંસદ બન્યા હતાં. ત્યારબાદ ૨૦૦૯થી ૨૦૧૯ સુધી સાંસદ રહ્યા હતાં. જ્યારે મહુઆ મોઈત્રા પ્રથમ વખત ૨૦૧૯માં સાંસદ પદે ચૂંટાયા હતાં. હાલ તેઓ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાંથી સાંસદ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ૩ મેના રોજ મહુઆ મોઈત્રાએ જર્મનીમાં અંગત લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતાં. સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીરમાં મહુઆ મોઈત્રા જર્મનીમાં પારંપારિક પરિધાન અને સોનાના ઘરેણાંમાં પતિ સાથે જોવા મળી છે. અંગત મહેમાનોની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. જોકે, સત્તાવાર ધોરણે મહુઆ મોઈત્રાએ લગ્ન વિશે કોઈ માહિતી આપી નથી.