Last Updated on by Sampurna Samachar
ED ના દરોડાથી બચવા દીવાલ કુદ્યા તો કીચડમાં ફસાયા
PMLA એ હેઠળ ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ED ના દરોડા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે. પશ્ચિમ બંગાળમાં સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં કથિત ગેરરીતિની તપાસ અર્થે દરોડા બાદ સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જોકે સત્તાવાર સૂત્રોએ કહ્યું કે ED ના દરોડા વખતે જેવી જ ધારાસભ્યને જાણ થઇ તો તેઓ દીવાલ કૂદીને ભાગવા લાગ્યા હતા. તેઓ આ દરમિયાન કીચડમાં ફસાઈ ગયા હતા. જ્યાંથી તેમને ED ના અધિકારીઓએ પકડી પાડ્યા હતા. હાલ તો મુર્શિદાબાદ જિલ્લામાં ધારાસભ્યના ઘરે દરોડાની કાર્યવાહી બાદ ED ને સહયોગ ન કરવા બદલએ તેમની ધરપકડ કરી લીધી છે.
સૂત્રોએ જણાવ્યું કે દરોડા વખતે એક દીવાલ કૂદીને ધારાસભ્યએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઘરની પાછળ એક નાળામાં પોતાનો ફોન પણ ફેંકી દીધો હતો. જોકે બાદમાં અધિકારીઓએએ ફોન રિકવર કરી લીધો હતો.
ED ને સહયોગ ન કરવા બદલ ધરપકડ
દરોડા વખતના વીડિયો અને તસવીરોમાં ધારાસભ્ય ભાગતા દેખાય છે જેમાં ઈડી અને સીઆરપીએફના અધિકારીઓે પણ એ જગ્યાએ દેખાઈ રહ્યા છે જ્યાં ચારે બાજુ વૃક્ષો અને ઝાડીઓ છે અને કચરો પડેલો દેખાય છે. હાલમાં પીએમએલએ હેઠળ ED ને સહયોગ ન કરવા બદલ ધારાસભ્યની ધરપકડ કરી લેવામાં આવી છે.