Last Updated on by Sampurna Samachar
TMC ધારાસભ્યને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ
મમતા બેનરજીની મુશ્કેલી વધારી દીધી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરીને મમતા બેનરજીની મુશ્કેલી વધારી દીધી છે. જેના પગલે તૃણમૂલ કોંગ્રેસે પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને નેતા હુમાયુ કબીરને ભાજપની મદદ કરવાના હેતુથી આ મામલાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. આ કારણસર તૃણમૂલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ મામલે પ્રતિક્રિયા આપતાં ટીએમસી મંત્રી ફિરહાદ હાકિમે કહ્યું કે અમે અગાઉ પણ હુમાયુ કબીરને ચેતવણી આપી ચૂક્યા હતા. તેમ છતાં તે વારંવાર ભૂલ કરી રહ્યા છે અને આ જ કારણે અમે તેમને સસ્પેન્ડ કરી રહ્યા છીએ. હાકિમે ચોખવટ કરી હતી કે હુમાયુ કબીર સાથે હવે પાર્ટીને કોઈ લેવા દેવા નથી.
TMC ને બાબરી મસ્જિદ સાથે કોઇ લેવાદેવા નહીં
પ.બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવાના હુમાયુ કબીરના એલાનથી ખુદ મુખ્યમંત્રી મમતા બેનરજી પણ નારાજ હોવાની જાણકારી સામે આવી છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે ટીએમસીને બાબરી મસ્જિદ બનાવવાના પ્લાન સાથે કોઈ લેવા દેવા નથી. આ મામલે પાર્ટીનો મત પણ ધારાસભ્ય કબીરને જણાવી દેવામાં આવ્યો હતો.