Last Updated on by Sampurna Samachar
બીજી ટેસ્ટમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઇન્ડિયા
૨૮ જૂને ક્રિકેટરનુ થયુ હતુ નિધન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો ર્નિણય કર્યો છે. એટલે કે શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતરી છે. આવું કરીને ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ખેલાડી ભૂતપૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર વેન લાર્કિન્સને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેનું નિધન ૨૮ જૂને થઈ ગયું હતું.
ઇંગ્લેન્ડ અને નોર્થમ્પ્ટનશાયરના ભૂતપૂર્વ બેટ્સમેન વેન લાર્કિન્સનું ૭૧ વર્ષની વયે બીમારીના કારણે નિધન થયું હતું. ૧૯૭૯ અને ૧૯૯૧ વચ્ચે, નેડ નામથી જાણીતા લાર્કિન્સે ૧૩ ટેસ્ટ અને ૨૫ વનડે ઇન્ટરનેશનલ મેચમાં ભાગ લીધો હતો. ઇંગ્લેન્ડ માટે તેનું બીજું પ્રદર્શન ૧૯૭૯ ના વર્લ્ડ કપ ફાઈનલમાં હતું, જેમાં તેણે નંબર ૭ પર બેટિંગ કરી અને બે ઓવર બોલિંગ પણ કરી હતી.
ક્રિકેટર દિલીપ જોશીના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી
ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં ચોથી વાર કાળી પટ્ટી બાંધીને ઉતરી છે. આ પહેલા હેડિંગ્લીમાં પણ બંને ટીમ કાળી પટ્ટી બાંધીને ઉતરી હતી. પહેલી ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઇન્ડિયાએ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ ત્રીજા દિવસે ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોરેન્સને શ્રદ્ધાંજલિ અને પાંચમા દિવસે ભારતીય ટીમે ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ જોશીના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી.
બંને ટીમોની પ્લેઇંગ XI :
ભારતીય ટીમ : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.
ઇંગ્લેન્ડની ટીમ : જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.