Last Updated on by Sampurna Samachar
મેઘાલય સહિત ૮ સ્ટેટમાં આવ્યો ધરતીકંપ
ભૂકંપ બાદ મ્યાનમારમાં આફ્ટરશોક આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા પ્રચંડ ભૂકંપની થોડીક ભારતના કેટલાક શહેરોમાં અનુભવાઇ હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે ૧૦ કિલોમીટરની ઊંડાઈમાં જોવા મળ્યું હતું. દેશના ઉત્તર-પૂર્વના રાજ્યો મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, આસામ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અને યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ આ ભૂકંપની પુષ્ટિ કરી છે. ભૂકંપનું કેન્દ્ર મધ્ય મ્યાનમારના મોનીવા શહેરથી લગભગ ૫૦ કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. જોરદાર ભૂકંપના કારણે મ્યાનમારમાં પણ ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. લોકો પણ પોતાનો જીવ બચાવવા ઘરની બહાર નીકળી ગયા અને રસ્તાઓ પર ચાલતા રહ્યા. ૭ ની તીવ્રતાના ભૂકંપ બાદ મ્યાનમારમાં આફ્ટરશોક પણ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૮ માપવામાં આવી હતી.
ગભરાઇને લોકો બહુમાળી ઇમારતોમાં લોકો જીવ બચાવી દોડ્યા
મળતા અહેવાલ મુજબ થાઈલેન્ડની રાજધાની ગ્રેટર બેંગકોકમાં પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો. અહીં ૧૭ મિલિયનથી વધુ લોકો રહે છે. ભૂકંપથી ગભરાઈને બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો ગીચ વસ્તીવાળા સેન્ટ્રલ બેંગકોકમાં હાઈ-રાઈઝ કોન્ડોમિનિયમ અને હોટલમાંથી બહાર આવ્યા હતા. ભૂકંપ બાદ બપોર બાદ તેઓ લાંબા સમય સુધી શેરીઓમાં રહ્યા હતા.
બેંગકોકની ઉત્તરે આવેલા લોકપ્રિય પ્રવાસી શહેર ચિયાંગ માઈના રહેવાસી ડુઆંગજાઈએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. તેમણે કહ્યું કે ભૂકંપનો આંચકો ઉત્તર અને મધ્ય થાઈલેન્ડમાં અનુભવાયો હતો. મેં પણ તેના આંચકા સાંભળ્યા, હું ઘરમાં સૂતો હતો. ઘરની બહાર આવીને ખુલ્લા આકાશ નીચે ભાગ્યો. આ પછી અનેક વિસ્તારોમાંથી ઈમારતો ધરાશાયી થવાના અહેવાલો આવ્યા હતા.