Last Updated on by Sampurna Samachar
ઉત્તરાખંડની પહાડીઓમાં બની રહ્યો છે નવો ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટ
દેશની સૌથી લાંબી ટ્રાન્સપોર્ટ ટનલ બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રેલવેએ ઋષિકેશ-કર્ણપ્રયાગ પ્રોજેક્ટમાં ૧૪.૫૮ કિલોમીટર લાંબી ટનલ નંબર ૮નું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે દેશની સૌથી લાંબી પરિવહન ટનલ છે. આ પ્રોજેક્ટ ૨૦૨૬-૨૭ સુધીમાં પૂર્ણ થશે અને ચારધામ યાત્રાને સરળ બનાવશે.

ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટા રેલ નેટવર્ક્સમાંથી એક છે. ભારતીય રેલના નામે ઘણી ઉપલબ્ધીઓ નોંધાયેલી છે. હવે આ સફળતાઓમાં વધુ એક અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. ભારતીય રેલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ આખો રસ્તો ટનલ્સથી ભરપૂર છે. ઉત્તરાખંડની પહાડીઓમાં બની રહેલા આ રેલ પ્રોજેક્ટમાં રેલવેએ એક ઐતિહાસિક ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. આ પ્રોજેક્ટમાં ટનલ નંબર ૮ ને સંપૂર્ણપણે ખોદી દેવાઈ છે.
ટનલોનું બાકી કામ ૨૦૨૬-૨૭ સુધી પૂર્ણ થશે
આ ટનલ નંબર ૮ માત્ર આ પ્રોજેક્ટની જ નહીં, પરંતુ દેશની સૌથી લાંબી ટ્રાન્સપોર્ટ ટનલ બની ગઈ છે. જેની લંબાઈ ૧૪.૫૮ કિમી છે. આ પહેલાં જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં રહેલી ટનલો સૌથી લાંબી ટનલ્સ માનવામાં આવતી હતી. આ પ્રોજેક્ટ માત્ર લંબાઈ કે કનેક્ટિવિટી વિશે જ નથી, પરંતુ ટેકનીકલી પણ આ એક મોટું પગલું છે.
પ્રથમ વખત જ હિમાલયી વિસ્તારોમાં ટનલ બોરિંગ મશીન (TBM) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી ૧૦.૪ કિમી ખોદકામ કરવામાં આવ્યું હતું. બાકીનું ખોદકામ ન્યુ ઓસ્ટ્રિયન તાણલિંગ મેથડ (NATM) થી કરવામાં આવી હતી. આ ટેકનીકનું હિમાલયી પરિસ્થિતિઓમાં સફળ થવું રેલવે એન્જીનીયરીંગ માટે મોટી વાત છે.
આ ટનલના નિર્માણમાં ઘણા મોટા પડકારો આવ્યા હતા- જેમ કે, નબળા પથ્થરો, ૮૦૦ મીટર સુધી ભારે ઓવરબર્ડન અને ઘણી જગ્યાઓએ પ્રત્યેક મિનિટ ૨૦૦૦ લીટર સુધી પાણીનું વહેણ. છતાં પણ એન્જીનીયરોએ રેકોર્ડ સમયમાં આ કામ પૂર્ણ કર્યું છે, જે હવે આ પ્રોજેક્ટની ટેક્નિકલ ક્વોલિટીનું પ્રમાણ બની ચૂક્યું છે.
ઋષિકેશ-કર્ણપ્રયાગ પ્રોજેક્ટ માત્ર એક રેલ લાઈન નથી, પરંતુ એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિલવોલ્યુશન છે. તેનો હેતુ ચારધામ યાત્રાને સરળ બનાવવાનો, પ્રકૃતિની પહોંચ વધારવી અને પહાડી જિલ્લાઓની અર્થવ્યવસ્થાને મજબૂતી આપવી છે. આ રેલ લાઈન પાંચ જિલ્લા દહેરાદૂન, ટિહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, રુદ્રપ્રયાગ, ચામૌલીને જોડશે અને દેવપ્રયાગ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, ગૌચર અને કર્ણપ્રયાગ જેવા મહત્વના શહેરોએ થઈને પસાર થશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૯૫ કિમી ટનલનું કામ પૂરું થયું છે, જ્યારે કુલ ટનલ નેટવર્ક ૨૧૩ કિમીથી પણ વધુ હશે. તેમજ ૬૨ પુલોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેમાંથી કેટલાક મુખ્ય પુલ અલકનંદા અને ચંદ્રભાગા નદીઓ પર બનીને તૈયાર છે. રેલ્વે અધિકારીઓ અનુસાર, ટનલોનું બાકી કામ ૨૦૨૬-૨૭ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ ટ્રેક પાથરવા, એલ્ક્ટ્રિફિકેશન અને સિગ્નલિંગનું કામ શરુ થશે.