Last Updated on by Sampurna Samachar
પિતાએ ૪ વર્ષની સાવકી દીકરીને મોતને ઘાટ ઉતારી
મુંબઈના એંટોપ હિલ વિસ્તારનો કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈના એંટોપ હિલ વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે પિતા અને દીકરી જેવા પવિત્ર સંબંધોને લાંછન લગાડ્યું છે. અહીં એક પિતાએ પોતાની ૪ વર્ષની સાવકી દીકરીની ર્નિદત્યાપૂર્વક હત્યા કરી નાખી. તે ખાલી એટલા માટે કેમ કે તે પત્ની સાથે સમય વિતાવી શકતો નહોતો. કેમ કે બાળકી તેમાં અડચણરુપ હતી. આ કહાની ખાલી એક હત્યા નથી, આ એ સંબંધો તૂટવાની કહાની છે, જે સમાજમાં સૌથી મજબૂત અને સુરક્ષિત માનવામાં આવે છે. એટલે કે બાપ-દીકરીનો સંબંધ.
મળતી માહિતી અનુસાર મુંબઈના કોલાબા વિસ્તારમાં સવાર સવારમાં ત્યારે હડકંચ મચી ગયો, જ્યારે સસૂન ડોક નજીક દરમ્યાનમાંથી ૪ વર્ષની બાળકીની લાશ મળી હતી. શરુઆતી તપાસમાં જાણવા મળ્યું કે, બાળકીનું ગળું દબાવીને હત્યા કરી અને પછી તેની લાશને દરિયામાં ફેંકી દીધી. પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આખરે કોઈ આટલી માસૂમ બાળકીને કેવી રીતે મારી શકે.
પોલીસે આરોપીની કરી ધરપકડ
પોલીસે બાળકીની ઓળખ થતાં પરિવારનો સંપર્ક કર્યો, પણ ચોંકાવનારી વાત એ છે કે, બાળકીનો સાવકો પિતા ઈમરાન શેખ (૪૦) તે સમયે ગુમ હતો, જ્યારથી બાળકી ગુમ હતી. પહેલા પતિ-પત્નીએ બાળકી ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો અને ત્યાર બાદથી ઈમરાન ગુમ થઈ ગયો. આ વાત પર પોલીસને શંકા જવા લાગી અને તપાસ વધારી દીધી. આખરે એંટોપ હિલ પોલીસે ઈમરાન શેખની વર્લી વિસ્તારમાંથી ધરપકડ કરી.
પૂછપરછમાં ઈમરાને જે જણાવ્યું તે સાંભળી આપના પણ રુંવાડા ઊભા થઈ જશે. તેણે જણાવ્યું કે, કેવી રીતે બાળકીને ઉછેરવી તેના માટે મુશ્કેલ થઈ ગયું, કારણ કે તે પોતાની પત્ની સાથે સમય વિતાવી શકતો નહોતો. બાળકી ઘરમાં હાજર રહેતા તેઓ આ કરી શકતા નહોતા. બાળકી મોડા સુધી મોબાઈલ લઈને રમતી હોય તો પણ તે ગુસ્સે થઈ જતો. આટલી વાતમાં તેણે બાળકીનું ગળું દબાવી અને પછી લાશ દરિયામાં ફેંકી દીધી.