Last Updated on by Sampurna Samachar
ક્રિકેટ રમતા વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું
મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ધર્મિનને બચાવી શકાયો ન હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રખ્યાત ‘અવધના ભૂત બંગલા‘ તરીકે ઓળખાતી જગ્યાએ આજે એકહૃદયદ્રાવક ઘટના બની છે. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી ધર્મિન મોરીધરાપોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો, જ્યાં બંધ સ્વિમિંગ પૂલમાં પડેલો બોલ લેવા જતાં ડૂબી જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ધર્મિન આજે પોતાની કોલેજની પરીક્ષા આપીને મિત્રોસાથે ક્રિકેટ રમવા માટે અવધના ભૂત બંગલાના મેદાનમાં ગયો હતો. રમત દરમિયાન ક્રિકેટનો બોલ બાજુમાંઆવેલા અને લાંબા સમયથી બંધ હાલતમાં રહેલા સ્વિમિંગ પૂલમાં પડ્યો હતો.
મોરીધરા પરિવાર પર આભ ફાટ્યું
બોલ લેવા માટે ધર્મિન પૂલમાંઉતર્યો હતો, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ધર્મિનને બચાવી શકાયો ન હતો. જવાન દીકરાનામોતના સમાચાર મળતા જ મોરીધરા પરિવાર પર આભ ફાટ્યું છે.
હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથીવાતાવરણ ગમગીન બની ગયું હતું.ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બંગલો અને સ્વિમિંગ પૂલ જે લાંબા સમયથી બિનવારસી હાલતમાં છે, ત્યાં સુરક્ષાના અભાવ અંગે પણસવાલો ઉઠી રહ્યા છે.