ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતીય મસાલાની નિકાસમાં ૭૪ ટકાનો મોટો કડાકો

ફેબ્રુઆરી ૨૦૨૫ માં .૯૦ લાખ મેટ્રિક ટનની નિકાસ થઈ હતી  જે ફેબ્રુઆરી ૨૦૨૬ માં ઘટીને માત્ર .૧૨ લાખમેટ્રિક ટન રહી ગઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ભારતના મસાલા નિકાસ ક્ષેત્રે ફેબ્રુઆરી ૨૦૨૬માં મોટો આંચકો જાેવા મળ્યો છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડઇન્ડસ્ટ્રીના હાલના આંકડા મુજબ, ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ મસાલાની નિકાસમાંવોલ્યુમની દ્રષ્ટિએ ૪૧% અને કિંમતની દ્રષ્ટિએ લગભગ ૭૪% નો જંગી ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી ૨૦૨૫ માં.૯૦ લાખ મેટ્રિક ટનની નિકાસ થઈ હતી. જે ફેબ્રુઆરી ૨૦૨૬ માં ઘટીને માત્ર .૧૨ લાખ મેટ્રિક ટન રહી ગઈ છે.

નિકાસમાં જંગી ઘટાડા પાછળનું મુખ્ય કારણ ચીન તરફથી માગમાં આવેલો તીવ્ર ઘટાડો છે. ફેબ્રુઆરી૨૦૨૫માં ચીન ૧૩૦ મિલિયન ડોલરના મસાલાની આયાત કરતું હતું, જે વર્ષે ઘટીને માત્ર ૨૮ મિલિયન ડોલર રહી ગઈ છે. એટલે કે ચીન તરફથી થતી નિકાસમાં ૭૮% નો ઘટાડો થયો છે. ઉપરાંત થાઈલેન્ડમાં ૩૫% અને અમેરિકામાં ૧૦% નો સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ભારતીય રૂપિયો નબળો હોવા છતાં, ઘટાડો અટકાવી શકાયો નથી.

 કેટલાક પાડોશી અને ખાડી દેશોમાં ભારતની પકડ મજબૂત થઈ

શ્રીલંકન મસાલાની નિકાસમાં ૧૩૭% નો સૌથી વધુ ગ્રોથ નોંધાયો. ઉપરાંત સાઉદી અરેબિયા નિકાસ ૧૨મિલિયન ડોલરથી વધીને ૨૧ મિલિયન ડોલર (૭૫% વધારો) થયો છે. બાંગ્લાદેશ પણ સંયુક્તઆરબ અમીરાતમાં ૧૮% અને બાંગ્લાદેશમાં % ની વૃદ્ધિ જોવા મળી છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સના ચેરમેન તેજસ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતાજણાવ્યું કે, મિડલ ઈસ્ટ અને પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલી તાજેતરની ભૌગોલિક તણાવની સ્થિતિમાર્ચ મહિનાથી વૈશ્વિક વેપાર પર વધુ માઠી અસર કરી શકે છે. શિપિંગ રૂટ અને ફ્રેટ કોસ્ટમાં વધારો થવાનેકારણે મસાલા સહિત તમામ કૃષિ ઉત્પાદનોની નિકાસ પર અસર થવાની ભીતિ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.