Last Updated on by Sampurna Samachar
માતા-પિતાને બંને સંતાનો ખોવાનો વારો આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેટલીક વાર ગુસ્સામાં ને ઝઘડાનુ પરિણામ ખુબ દુ:ખી અને કરૂણ આવતુ હોય છે જેનુ આ કિસ્સો ઉદાહરણ છે. જેની વાત કરીએ તમિલનાડુમાં બહેન અને ભાઇ વચ્ચે ઝઘડો થતાં તેનો અંત મોત આવતાં પરિવારને પોતાના સંતાનોને ખોવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી અનુસાર તમિલનાડૂના પુદુકોટ્ટઈના મંડૈયૂરમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જ્યાં સિથિરાઈકુમાર અને જીવિતાનું જીવન આખું બદલાઈ ગયું છે. જેમાં સિથિરાઈકુમાર અને જીવિતાને સંતાનોમાં ૧૮ વર્ષનો દીકરો અને ૧૧ વર્ષની દીકરી મતલબ ભાઈ બહેનની પ્રેમાળ જોડી, જે ક્યારેક રમતી તો ક્યારેક ટકરાર પણ કરી લેતી હતી. જ્યાં અચાનક ક્યાંક એવુ થયુ કે જે બહુ દુ:ખદ હતું.
આ ઘટના બની ત્યારે બંને ઘરમાં હતા તેમના વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો અને ભાઈએ બહેનનો ફોન તોડી નાખ્યો. જે બાદ ગુસ્સામાં લાલઘૂમ થયેલી બહેન દોડી અને સીધી કૂવામાં છલાંગ લગાવી દીધી. બહેનને કૂદતી જોઈ ભાઈએ પણ તેને બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યો. પણ અફસોસ. આ પ્રેમ, આ હિમ્મત પણ આ બંનેના જીવ બચાવી શક્યા નહીં. બંને ભાઈ બહેન પાણીમાં સમાઈ ગયા ને બંનેનુ મોત નિપજ્યુ હતું.