થલતેજથી સરખેજ તરફ જતી વખતે કાળ આંબી ગયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમદાવાદમાં પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો

ઘટના બાદ તરત જ લોકોએ ૧૦૮ને જાણ કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યાહતા

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમદાવાદના એસ.જી. હાઈવે પર ૨૭મી માર્ચ અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પકવાન ઓવરબ્રિજ પર પૂરઝડપે આવી રહેલા કારચાલકે બાઈક સવાર વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક કારના બોનેટ અને એન્જિનના ભાગમાં ફસાઈ ગયું હોવા છતાં ચાલકેકાર ઊભી રાખવાને બદલે તેને હાઈવે પર દૂર સુધી ઢસડ્યું હતું.

મળતી માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય કમલેશ પાણખાણિયા પકવાન ઓવરબ્રિજપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન થલતેજથી સરખેજ તરફ જઈ રહેલા માર્ગ પર પૂરઝડપે આવતી એક વોક્સવેગન કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું.

ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ તથા શરીરે અન્ય જગ્યાએ ઘા પડ્યા

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટક્કર બાદ આખું બાઈક કારના આગળના ભાગમાં ઘૂસી ગયું હતું, તેમ છતાં ર્નિદયી કારચાલક અકસ્માત સર્જીને બાઈક ઢસડતી હાલતમાં જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં કમલેશભાઈને શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

તેને છાતી, કમરના માથા અનેકપાળના ભાગે ઊંડા ઘા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત બંને પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ તથા શરીરે અન્ય જગ્યાએ ઘા પડ્યા છે.

ઘટના બાદ તરત જ લોકોએ ૧૦૮ને જાણ કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, તેમની હાલત અત્યંત નાજુક જણાતા અને વધુ સારવારની જરૂર હોવાથી તેમને તાત્કાલિક ખાનગીહોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

અકસ્માતની આ ઘટના બાદ ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાઈરલ વીડિયો અને હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કારના નંબરની ઓળખ કરી ફરારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.