Last Updated on by Sampurna Samachar
T૨૦ માં ૨ સદી અને ૩ અડધી સદી ફટકારી
તિલક IPL સહિત કુલ ૧૧૯ ટી૨૦ મેચ રમ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૫ મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ સાથે, ઇંગ્લેન્ડમાં રમાતી કાઉન્ટી ચેમ્પિયનશિપ પણ ચાલી રહી છે. તેમાં ભારતના ઘણા ખેલાડીઓનો સમાવેશ થાય છે, તિલક વર્માએ પણ આ વર્ષે પોતાનું ડેબ્યૂ કર્યું છે. તે હેમ્પશાયર ક્રિકેટ ક્લબ માટે રમી રહ્યો છે. તેણે અહીં પોતાની બીજી સદી ફટકારી. જે બાદ તેની ચર્ચા ખુબ થઈ રહી છે.
૨૦૨૨ થી મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહેલા તિલક વર્માએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પોતાના જોરદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. હેમ્પશાયર માટે રમતા, તેણે ૨૨ જૂન ૨૦૨૫ ના રોજ પોતાની પહેલી મેચ રમી હતી, જેમાં તેણે ૨૪૧ બોલમાં ૧૦૦ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તિલક ૩ છગ્ગા અને ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા.
કાઉન્ટી ચેમ્પિયનશિપમાં આ તિલકની બીજી સદી
હેમ્પશાયર ક્રિકેટ ટીમ અને નોટિંગહામશાયર ક્રિકેટ ટીમ વચ્ચે ૨૨ જુલાઈથી શરૂઆત થઈ હતી. પહેલા બેટિંગ કરતા, નોટિંગહામશાયરએ ૫૭૮ રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. લિન્ડન જેમ્સે ૨૦૩ રનની અણનમ ઇનિંગ રમી હતી. જેક હાઇન્સે પણ સદી ફટકારી હતી, તેણે ૧૫ ચોગ્ગાની મદદથી ૧૦૩ રન બનાવ્યા હતા.
ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં, હેમ્પશાયર ક્રિકેટ ટીમે ૬ વિકેટ ગુમાવ્યા બાદ ૩૬૭ રન બનાવ્યા છે. તિલક વર્માએ મહત્વપૂર્ણ સદી ફટકારી, તેણે ૨૫૬ બોલમાં ૨ છગ્ગા અને ૧૩ ચોગ્ગાની મદદથી ૧૧૨ રન બનાવ્યા. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં આ તિલકની બીજી સદી છે. હેમ્પશાયર ક્રિકેટ ટીમ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ૧ માં સામેલ છે, હાલમાં ટીમ પોઈન્ટ ટેબલમાં ૭ માં ક્રમે છે. ટીમે ૯ ટેસ્ટ મેચમાંથી ફક્ત ૨ જીતી છે અને ૨ હારનો સામનો કરવો પડ્યો છે, અન્ય મેચ ડ્રો રહી છે.
તિલક વર્માએ ODI અને T ૨૦ ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું છે, તેણે ૪ ODI માં ૬૮ રન અને ૨૫ T૨૦ મેચમાં ૭૪૯ રન બનાવ્યા છે. તિલક T૨૦ માં ૨ સદી અને ૩ અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, તિલક વર્માએ ૨૦ ફર્સ્ટ ક્લાસ મેચોની ૩૧ ઇનિંગ્સમાં ૧૪૦૭ રન બનાવ્યા છે, જેમાં ૬ સદી અને ૫ અડધી સદીનો સમાવેશ થાય છે. તિલક IPL સહિત કુલ ૧૧૯ ટી૨૦ મેચ રમ્યા છે, જેમાં તેમના નામે ૬૮૫૮ રન છે.