સહેલાણીઓસે ઠંડીથી બચવા કર્યા અલગ અલગ ઉપાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર ભારતના ઘણા રાજ્યો ઠંડીની ઝપેટમાં છે. શિમલા અને મસૂરીમાં હિમવર્ષા થઈ રહી છે. રાજસ્થાનમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડ્યા બાદ માઉન્ટ આબુ અને સિરોહી જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. માઉન્ટ આબુમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૧૦ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
વાત કરીએ તો ૨૯મી ડિસેમ્બર માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ ૪ ડિગ્રી નોંધાયું હતું. ઘણી જગ્યાએ માઈનસ ૫ ડિગ્રી નોંધાયું છે. જેના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર શિમલા-મસૂરી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. માઉન્ટ આબુનું મહત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે. સિરોહી અને માઉન્ટ આબુમાં શીત લહેર ચાલી રહી છે. કડકડતી ઠંડીના કારણે લોકોની દિનચર્યાને ખાસ્સી અસર થઈ છે. લોકો બોનફાયરની મદદ લઈ રહ્યા છે અને ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે. અન્ય જિલ્લાઓ અને રાજ્યોના પ્રવાસીઓ માઉન્ટ આબુમાં કડકડતી શિયાળાની મજા માણી રહ્યા છે.