Last Updated on by Sampurna Samachar
વર્કપરમીટ અને વીઝા અપાવવાના બહાને પૈસાની ઠગાઇ
યુવતીએ વર્ક પરમિટ માંગી તો એજન્ટે હાથ ખંખેરી લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવતી સાથે ઠગાઈની ઘટના સામે આવી છે. લંડનમાં નોકરી અપાવવાની લાલચ આપી ઠગબાજે યુવતી પાસેથી રૂ. ૪ લાખ પડાવ્યા હતા. વર્ક પરમિટ અને વિઝા અપાવવાના બહાને અલગ- અલગ સમયે પૈસા વસૂલીને અંતે ઠગાઈ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અમરોલીમાં લંડનમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે, અમરોલી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીને વર્ક પરમિટ મળશે તેમ કહી રૂપિયા પડાવી લીધા હોવાની વાત સામે આવી છે, જયારે યુવતીએ વર્ક પરમિટ માંગી તો એજન્ટે હાથ ખંખેરી લીધા હોવાની વાત સામે આવી હતી.
ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ
યુવતીએ અમરોલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી છે, અને પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એજન્ટ હજી પોલીસના હાથે ઝડપાયો નથી અને સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ છે, એજન્ટે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે.