આ હુમલામાં ત્રણ લોકો સામેલ હતા અને આ ત્રણેય માર્યા ગયા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

તૂર્કિયેમાં ઈઝરાયલ એમ્બેસી બહાર અંધાધૂંધ ફાયરિંગ

ઉપરાંત અંકારામાં આવેલી ઈઝરાયલી એમ્બેસીમાં પણ ઈઝરાયલનો કોઈ રાજદ્વારી હાજર નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે તુર્કીયેમાં ઈઝરાયલના કોન્સ્યુલેટ પાસે ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં ત્રણ હુમલાખોરોના મોત થયા છે, જ્યારે બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેનાવીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

 

એક વીડિયોમાં જો શકાય છે કે એક તુર્કીયે પોલીસકર્મી હુમલાખોરો વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવા માટેબંદૂક કાઢે છે અને ગોળીબાર કરે છે. દરમિયાન એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે. સિવાય અન્ય એક વીડિયોમાં ફાયરિંગનો અવાજ સંભળાય છે અને ગભરાયેલા લોકો પોતાનો જીવ બચાવવામાટે આમતેમ દોડતા જોવા મળે છે. ફાયરિંગની ઘટના તુર્કીયેના ઈસ્તંબુલમાં બની છે.

બંદૂકધારીઓ પર કાબૂ મેળવી લીધો

રાહતની વાત છેકે ઈસ્તંબુલમાં હાલમાં ઈઝરાયલનો કોઈ રાજદ્વારી તૈનાત નથી. ઉપરાંત અંકારામાં આવેલી ઈઝરાયલી એમ્બેસીમાં પણ ઈઝરાયલનો કોઈ રાજદ્વારી હાજર નથી. અત્યાર સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે હુમલો ઈઝરાયલી કોન્સ્યુલેટને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો કે નહીં.

વાઈરલ થયેલા કેટલાક વીડિયોમાં ત્રણબંદૂકધારીઓ જમીન પર પડેલા જાેવા મળે છે. હુમલામાં ત્રણ લોકો સામેલ હતા અને ત્રણેય માર્યાગયા છે. હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. સદનસીબે તુર્કીયેની ઓથોરિટીસમયસર સક્રિય થઈ ગઈ હતી અને તેમણે બંદૂકધારીઓ પર કાબૂ મેળવી લીધો હતો.

ઓક્ટોબર ૨૦૨૩માં હમાસે ઈઝરાયલમાં ઘૂસીને ભીષણ હુમલો કર્યો હતો, ત્યારથી ઈઝરાયલ અને હમાસવચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈરાનમાં પણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. આવી સ્થિતિમાં ઈઝરાયલીકોન્સ્યુલેટ અને એમ્બેસીની આસપાસની સંવેદનશીલતાને સમજીને તુર્કીયેના વહીવટીતંત્રે ચુસ્ત સુરક્ષાબંદોબસ્ત ગોઠવ્યો છે.

બંને સ્થળોએ ૨૦૨૩થી મોટા પાયે સુરક્ષા દળો તૈનાત છે. એટલું નહીં, સુરક્ષાના કારણોસર તુર્કીયેમાં ઈઝરાયલના કોઈ રાજદ્વારી તૈનાત નથી. ભલે હજુ સુધી કોઈએ ઘટનાનીજવાબદારી લીધી નથી, પરંતુ તેને સીધી રીતે યુદ્ધ સાથે જોડીને જોવામાં આવી રહી છે. હાલમાં ઈરાનમાંઈઝરાયલ અને અમેરિકાના ભીષણ હુમલા ચાલુ છે.

સિવાય ઈરાન અને તેના સમર્થિત ઉગ્રવાદી સંગઠનો દ્વારા ઈઝરાયલ, સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાનઅને કતાર જેવા દેશોમાં હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાને સંયુક્ત આરબ અમીરાત ને પણ ટાર્ગેટ કર્યું છે. આવી સ્થિતિમાં હવે જો તુર્કીયે સુધી આવી ઘટનાઓ બની રહી છે, તો તેને યુદ્ધના વિસ્તાર તરીકે પણજાેવામાં આવી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.