Last Updated on by Sampurna Samachar
દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલિપેડ બનાવવાની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે કુલ ૩૦,૬૪૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અને નીતિગત ર્નિણયોને પોતાની મંજૂરી આપી દીધી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકારે દેશના ઉડ્ડયન માળખા, ઇમિગ્રેશન સિસ્ટમ અને વૈશ્વિક આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂતકરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

કેન્દ્રીય કેબિનેટે કુલ ૩૦,૬૪૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અને નીતિગત ર્નિણયોને પોતાની મંજૂરી આપી દીધી છે. આ ર્નિણયોમાં પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપતી ‘મોડિફાઇડ ઉડાન યોજના‘ અને IVFRT ૩.૦‘ નાવિસ્તરણની સાથે પેરિસ કરાર હેઠળ ભારતના નેશનલી ડિટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન સાથે જોડાયેલએક મહત્વપૂર્ણ નીતિગત ર્નિણય સામેલ છે.
‘મોડિફાઇડ ઉડાન યોજના‘ ને મંજૂરી
કેબિનેટની બેઠકમાં સૌથી મોટી નાણાકીય ફાળવણી ઉડ્ડયન ક્ષેત્રના માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટેકરવામાં આવી છે. ટિયર–૨ અને ટિયર–૩ શહેરોમાં હવાઈ સંપર્કને વધુ સુવિધાજનક બનાવવા માટે સરકારે‘મોડિફાઇડ ઉડાન યોજના‘ ને ૨૮,૮૪૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશભરમાં ૧૦૦નવા એરપોર્ટ અને ૨૦૦ હેલીપેડ વિકસાવવાની યોજનાઓ સાથે પ્રાદેશિક હવાઈ સંપર્કને મોટો વેગ મળશે.
બીજી તરફ કેબિનેટે વિદેશીઓના ભારત આગમન, તેમના વિઝા અને રજીસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયાને આધુનિકઅને સુવિધાજનક બનાવવા માટે મોટો ર્નિણય લીધો છે. સરકારે ‘ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડટ્રેકિંગ‘ યોજનાને આગામી પાંચ વર્ષ એટલે કે ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૩૧ સુધી ચાલુરાખવાની મંજૂરી આપી દીધી છે, જેના માટે ૧,૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.
સામાન્ય લોકો અને મુસાફરોના દૃષ્ટિકોણથી આનો સીધો અર્થ એ છે કે હવે ઇમિગ્રેશન અને વિઝા સેવાઓસંપૂર્ણપણે હાઇ–ટેક અને સુરક્ષિત નેટવર્ક સાથે જોડાયેલી રહેશે, જેનાથી સાચા વિદેશી મુસાફરોને ભારતઆવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં અને સાથે જ દેશની રાષ્ટ્રીય સુરક્ષા પણ પહેલા કરતા વધુ મજબૂત થશે.
નાણાકીય મંજૂરીઓ ઉપરાંત, કેબિનેટે વૈશ્વિક પર્યાવરણ સાથે જોડાયેલ એક મુખ્ય નીતિગત ર્નિણય પણલીધો છે. સરકારે પેરિસ કરાર હેઠળ ભારતના ‘નેશનલી ડિટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન‘ ને ઔપચારિકમંજૂરી આપી દીધી છે. આ ર્નિણય વૈશ્વિક મંચ પર ભારતના કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પ્રતિબદ્ધતાઓને સ્પષ્ટકરે છે અને ભવિષ્યમાં ગ્રીન એનર્જી તથા ટકાઉ વિકાસ સાથે જોડાયેલી કોર્પોરેટ વ્યૂહરચનાઓને એક નવીદિશા આપશે.