વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ

SMCની આ ઓચિંતી રેડને પગલે સ્થાનિક પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દસક્રોઈ તાલુકાના ચાવલજ ગામના એક ખેતરમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ ૧,૩૫,૫૭,૬૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC ની આ ઓચિંતી રેડને પગલે સ્થાનિક પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે SMC એ ચાવલજ ગામના ખેતરમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૫,૭૯૩ બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો ખાસ કરીને ચંડીગઢ અને પંજાબમાં નિર્મિત હોવાનું બહાર આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ૯૨,૯૦,૯૦૦ રૂપિયા જેટલી થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરીમાં વપરાતા ૬ વાહનો, ૪ મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે લીધી છે.

માલિક સહિત અન્ય ૯ શખસો ફરાર

આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ગાંધીનગરના ભીયારામ ચૌધરી, મહેમદાવાદના આનંદ શાહ અને ચાવલજના દિનેશ ઝાલાની ધરપકડ કરી છે. જો કે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાનનો મુખ્ય સપ્લાયર હરીશ જાટ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત દારૂ મંગાવનાર કનવારારામ ચૌધરી, કાનારામ ચૌધરી તેમજ ટ્રકચાલક અને માલિક સહિત અન્ય ૯ શખસો ફરાર થઈ ગયા છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.

આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક પોલીસને કેમ ગંધ ન આવી તે એક મોટો સવાલ છે. હાલમાં તમામ પકડાયેલ આરોપીઓને આગળની કાયદેસરની તપાસ માટે કણભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.