Last Updated on by Sampurna Samachar
નવા નિયમોથી રેલવે સુરક્ષા દળને રાહત મળશે
વચ્ચેના સ્ટેશનો પર પણ લાગુ થશે આ નિયમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં વેઈટિંગ ટિકિટની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો મોટો ર્નિણય લીધો છે. આ ફેરફાર ૧૬ જૂન, ૨૦૨૫થી અમલમાં આવી ગયો છે. રેલવે બોર્ડના નવા નિર્દેશો હેઠળ હવે સ્લીપર, થર્ડ AC , સેકન્ડ AC અને ફર્સ્ટ AC કોચમાં વેઈટિંગ ટિકિટની મર્યાદા કુલ બર્થના ૨૫ ટકા સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે.
રેલવેએ દેશભરના સ્ટેશનો પર વધતી ભીડ અને ટ્રેનોમાં અવ્યવસ્થાને નિયંત્રિત કરવાના ઉદ્દેશથી આ પગલુ લીધું છે. હવે આ કોટા માત્ર ટ્રેનના શરૂઆતી સ્ટેશન પર જ નહીં, પરંતુ વચ્ચેના સ્ટેશનો પર પણ લાગુ થશે, જ્યાંથી યાત્રીઓ લાબા અંતરની ટ્રેનોમાં બેસે છે.
ટ્રેનમાં ભારે ભીડની સ્થિતિથી બચી શકાશે
હજુ સુધી વેઈટિંગ ટિકિટની સંખ્યા રેલવેના ઝોનના અનુસાર અલગ-અલગ હતી. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે જેવા ઝોનમાં વેઈટિંગ ટિકિટ કુલ સીટોના ૨૦-૪૦ ટકા સુધી જારી કરવામાં આવતી હતી. ઘણી વાર આ આંકડા ૫૦૦ થી ૭૦૦ વેઈટિંગ ટિકિટ સુધી પહોંચી જતા હતા, જેનાથી ટ્રેનમાં બેસવા માટે અફરાતફરી અને ઝગડા જેવી સ્થિતિ બનતી હતી.
રેલ્વે બોર્ડના પરિપત્રમાં જણાવાયું છે કે, આ ૨૫ % વેઈટિંગ મર્યાદા તત્કાલ ક્વોટા અને દૂરના સ્ટેશનો પરથી જારી કરાયેલી ટિકિટો પર સમાન રીતે લાગુ પડશે. રેલવેના અધિકારીઓ પ્રમાણે, જો કોઈ કોચમાં ૭૨ બર્થ છે, તો બુકિંગ પૂરી થયા બાદ ૧૮ વેઈટિંગ ટિકિટ જ જારી કરવામાં આવશે. તેનાથી ટ્રેનમાં ભારે ભીડની સ્થિતિથી બચી શકાશે. પહેલા વધારે વેઈટિંગ ટિકિટ હોવાના કારણે સ્લીપર જેવા કોચમાં પણ ચાલુ ડબ્બા જેવી સ્થિતિ થઈ જાય છે.
પ્લેટફોર્મ પર પણ ઓછી થશે ભીડ- નવા નિયમોથી રેલવે સુરક્ષા દળને પણ રાહત મળવાની આશા છે. વાસ્તવમાં, વધારે વેઈટિંગ ટિકિટના કારણે તહેવારો અને રજાઓ દરમિયાન પ્લેટફોર્મ પર હરથી વધારે ભીડ થઈ જતી હતી. તેને સંભાળવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થતી હતી. પરંતુ, હવે મર્યાદા વેઈટિંગ ટિકિટની સ્થિતિથી સારી થઈને નિયંત્રિત થઈ શકશે.
યાત્રીકોને પણ મળશે મોટી રાહત- આ ફેરફાર ન માત્ર ભીડ ઘટાડશે, પરંતુ કન્ફર્મ અને વેઈટિંગ યાત્રીઓની વચ્ચે થનારા વિવાદ પણ ઘટશે. અગાઉ, કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો ઘણીવાર વેઇટિંગ લિસ્ટમાં રહેલા લોકો સાથે સીટો અને અન્ય બાબતોને લઈને દલીલ કરતા હતા. ઘણી વખત, તે ઝઘડામાં પરિણમતું હતું. નવા નિયમોને કારણે, આવી દલીલો પણ ઓછી થવાની અપેક્ષા છે.