Last Updated on by Sampurna Samachar
ગાયકવાડને કોણીમાં ઈજા થતાં ટુર્નામેન્ટમાંથી થયો બહાર
MS ધોનીને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધી કંઈ ખાસ કર્યું નથી. ટીમને સતત પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. IPL માં આવું પહેલીવાર બન્યું છે. CSK ની બેટિંગ આ સિઝનમાં ટીમ માટે સૌથી મોટી સમસ્યા રહી છે. એટલું જ નહીં પરંતુ ચેન્નાઈનો કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પણ સિઝનની વચ્ચે ઈજાગ્રસ્ત થતાં આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ ગાયકવાડને કોણીમાં ઈજા થઈ હતી. તેથી હવે બાકીની સિઝન માટે CSK એ અનુભવી વિકેટકીપર બેટ્સમેન MS ધોનીને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ગાયકવાડના રિપ્લેસમેન્ટના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તેની જગ્યાએ ૧૭ વર્ષના વિસ્ફોટક બેટ્સમેન ટીમમાં સામેલ કરવાનો ર્નિણય કર્યો છે.
મ્હાત્રેએ મુંબઈ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી
મીડિયા અહેવાલ મુજબ, પાંચ વખતની IPL ચેમ્પિયન્સે ઈજાગ્રસ્ત રુતુરાજ ગાયકવાડના સ્થાને મુંબઈના આયુષ મ્હાત્રેને સાઈન કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે મ્હાત્રેને તરત જ ફ્રેન્ચાઇઝીમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ તે થોડા દિવસો પછી જ એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમમાં જોડાઈ શકશે. આયુષ મ્હાત્રે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. તે થોડા દિવસોમાં મુંબઈમાં ટીમ સાથે જોડાશે. CSK લખનૌ સામે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં તેની સાતમી મેચ રમશે.
૧૭ વર્ષીય મ્હાત્રેએ મુંબઈ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી છે. નવ ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે બે સદી અને એક અડધી સદી સહિત ૫૦૪ રન બનાવ્યા છે. સાત લિસ્ટ છ મેચમાં તેણે બે સદીની મદદથી ૪૫૮ રન બનાવ્યા છે. આયુષે ગયા ઓક્ટોબરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.