Last Updated on by Sampurna Samachar
મોટાભાગની ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરવાનો ર્નિણય
મિડલ ઈસ્ટમાં એર સ્પેસ ખુલ્યા બાદ ફ્લાઇટ્સ ફરી શરૂ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એર ઈન્ડિયા દ્વારા મુસાફરોને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટના કેટલા ભાગો માટે ધીરે-ધીરે પોતાની ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવાની વાત કરી છે. વાસ્તવમાં, મિડલ ઈસ્ટમાં એર સ્પેસ ખુલ્યા બાદ એર ઈન્ડિયાએ ૨૫ જૂનથી તેની મોટાભાગની ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરવાનો ર્નિણય લીધો છે.
આટલું જ નહીં, યૂરોપ માટે પહેલા રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સ પણ ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ સાથે, અમેરિકા અને કેનેડા માટે ફ્લાઇટ્સ પણ શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવામાં આવશે જોકે, કેટલીક ફ્લાઈટ્સ વિલંબ કે રદ થવાની શક્યતા છે. કારણ કે, લાંબો રસ્તો અને ઉડાન સમયમાં ફેરફારના કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ, એર ઈન્ડિયાએ તેના પેસેન્જર્સને વિશ્વાસ અપાવ્યો છે કે, તે આ સમસ્યાઓ ઘટાડવા અને તેના શિડ્યુલને વહેલી તકે પૂરી રીતે સામાન્ય કરવાના પ્રયત્નો કરી રહ્યું છે.
૨૫ ફ્લાઈટ્સ જ ઓપરેટ કરવાનો ર્નિણય
એરલાઈન્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે એવા એર સ્પેસથી દૂર રહેશે. જે અસુરક્ષિત માનવામાં આવી રહ્યા છે. સાથે જ, એર ઈન્ડિયાએ તેના પેસેન્જર્સને અપીલ કરી છે કે, તેઓ આ સ્થિતિમાં ધીરજ જાળવી રાખે. એરલાઈન્સનું કહેવું છે કે, તેઓ તેમના પેસેન્જર્સ, ક્રૂ અને એરક્રાફ્ટની સુરક્ષાને સૌથી વધારે મહત્વ આપે છે. તેઓ કોઈપણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતા.
પેસેન્જર્સને તરત જ કોઈપણ અપડેટ કે ફેરફારની જાણકારી આપવામાં આવશે, જેથી તેમને ટ્રાવેલમાં મુશ્કેલી ન થાય. ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાના આ પગલાથી તે હજારો યાત્રીકોને રાહત મળશે, જે મિડલ ઈસ્ટ, યૂરોપ, અમેરિકા અને કેનેડાની યાત્રા કરવા માંગે છે. ખાસ કરીને તેવા લોકો માટે ખુશખબરી છે, જેઓ પોતાના પરિવાર સાથે વિદેશોમાં ફસાયેલા છે.
એર ઈન્ડિયાએ તેની સર્વિસમાં અસ્થાયી કપાતની વાત કરી હતી. આ કપાત ૨૧ જૂન, ૨૦૨૫થી ૧૫ જુલાઈ, ૨૦૨૫ સુધી કરવામાં આવવાનો હતો. એર ઈન્ડિયાના જૂના ર્નિણય હેઠળ, દિલ્હીથી નેરોબી વચ્ચે ઓપરેટ થનારી ફ્લાઈટ AI ૯૬૧ અને AI ૯૬૨ને ૩૦ જૂન સુધી સસ્પેન્ડ કરી દીધી હતી. આ ઉપરાંત, અમૃતસર અને લંડન વચ્ચે ચાલતી ફ્લાઇટ્સ AI ૧૬૯ અને AI ૧૭૦ ૧૫ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગોવા અને લંડન વચ્ચે ગેટવિક સુધી ચાલતી ફ્લાઇટ્સ AI ૧૪૫ અને AI ૧૪૬ પણ ૩૧ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાએ દિલ્હીથી અમેરિકા વચ્ચે ઓપરેટ થનારી ઘણી ફ્લાઈટ્સની ફ્રિક્વેન્સી ઓછી કરી દીધી હતી. આમાં દિલ્હીથી ટોરોન્ટો, વાનકુવર, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો અને વોશિંગ્ટનની ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો. એર ઈન્ડિયા દિલ્હીથી અમેરિકાના આ શહેરો માટે સપ્તાહમાં ૪૨ ફ્લાઈટ ઓપરેટ કરે છે, પરંતુ ૨૧ જૂનથી ૧૫ જુલાઈની વચ્ચે આ રૂટ્સ પર માત્ર ૨૫ ફ્લાઈટ્સ જ ઓપરેટ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.