મંદિરને લઈ કહી આ અદભુત વાત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા પહોંચી જર્મન બાળકી

બાળકી ભારત વિશે કહે છે કે તેને અહીંનું વાતાવરણ, લોકોની મહેમાનનવાજી અને સંસ્કૃતિ ખૂબ જ પસંદ આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

આજકાલ સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો અપલોડ થાય છે, પણ એમાંથી થોડાં જ એવા હોય છે જે સીધા લોકોના દિલને સ્પર્શી જાય છે. ખાસ કરીને જ્યારે વાત બાળકોની હોય ત્યારે આવા વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે. ઘણીવાર વિદેશી લોકોના વીડિયો પણ ભારતમાં ખુબ વાયરલ થાય છે. હાલમાં જ એક વિદેશી નાની બાળકીનો ક્યૂટ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને લોકો પોતાની સ્માઈલ રોકી શકતા નથી.

 

આજના સમયમાં જ્યાં કન્ટેન્ટ ક્રિએટર્સ લાઇક્સ અને વ્યૂઝ માટે અલગ-અલગ એક્સપેરીમેન્ટ કરે છે, ત્યાં આ નાની બાળકીએ કોઈ પણ પ્રયાસ કર્યા વિના માત્ર ક્યુટનેશથી લોકોનું દિલ જીતી લીધું છે. હવે સોશિયલ મીડિયા પર લોકો પણ આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

ભવ્ય મંદિર જોઈને ઉત્સાહિત અને ભાવુક દેખાઈ

હકીકતમાં, જર્મનીથી અયોધ્યા આવેલી આ બાળકીએ રામ મંદિરના દર્શન કર્યા અને પછી ભારત આવવાનો અનુભવ શેર કર્યો. જે રીતે તેણે બધું શેર કર્યું, તેના આ જ અંદાજે બધાનું ધ્યાન ખેંચ્યું છે. જર્મનીથી અયોધ્યા આવેલી એક નાની વિદેશી બાળકીનો રામલલ્લાના દર્શન કરતી વખતેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળકી ભવ્ય મંદિર જોઈને ઉત્સાહિત અને ભાવુક દેખાઈ રહી છે.

તેની નિર્દોષતા, હાથ જોડીને કરેલી પ્રાર્થના અને રામ મંદિરની સુંદરતા પર આપેલી પ્રતિક્રિયાએ દર્શકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયો ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની તરફ વિદેશીઓના વધતા આકર્ષણને દર્શાવે છે. આ વીડિયોમાં જર્મનીની એક બાળકી અંગ્રેજીમાં પોતાનો અનુભવ શેર કરતી જોવા મળે છે. ખૂબ જ પ્રેમથી બાળકી કહે છે, “મારું નામ આંજન્યા છે. હું જર્મનીથી આવી છું.

અહીં બહુ ગરમી છે, પરંતુ ભારત એવું જ છે. અહીં તો વધુ ગરમી પડતી રહે છે. ગરમીની સીઝન પણ હોય છે. મારા માટે ગરમી સામાન્ય છે.” આગળ બાળકી કહે છે કે, “રામ મંદિર ખૂબ જ સુંદર છે. મેં કાલે જ રામલલ્લાના દર્શન કર્યા હતા. હું બે દિવસ પહેલાં જ રામલલ્લાની મૂર્તિ જોવા માગતી હતી અને આખરે મેં દર્શન કરી જ લીધા. ખૂબ જ સારો અનુભવ રહ્યો.”

આ વાતચીત બાદ જેવો વીડિયો પોસ્ટ થયો કે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને ભારતીય લોકો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. વીડિયોમાં એક વ્યક્તિ બાળકીના પાછળના ભાગે ઊભો છે. તેના ચહેરા પર પણ સતત સ્મિત જોઈ શકાય છે. અત્યાર સુધી અનેક લોકોએ પોતાના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જો કે, આ વીડિયો દ્ગછૈં એજન્સીએ પોસ્ટ કર્યો છે. ઘણા લોકોએ બાળકીને ક્યૂટ પણ કહ્યું છે. કેટલાક યૂઝર્સ તો આંજન્યાને ભારતીય કહી રહ્યા છે. એક યૂઝરે તો લખ્યું કે જ્યારે બાળકી ગરમીની વાત કરે છે ત્યારે હું પણ એ વાત સાથે સહમત છું. એક યૂઝરે તો મજાકમાં શશિ થરૂરને પણ ટેગ કરી દીધા છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.