Last Updated on by Sampurna Samachar
નવી કેબિનેટમાં ૪૦ મંત્રીઓને સામેલ કરી શકાય
ખાલિદા પરિવાર સાથે ગોયેશ્વરનો જૂનો સંબંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની નવી સરકારમાં એક હિંદુને જગ્યા મળી શકે તેવા સમાચાર છે. ગોયેશ્વર ચંદ્ર રોયને બાંગ્લાદેશની નવી કેબિનેટમાં સામેલ કરી શકાય છે. રોય બીએનપીના કદ્દાવર નેતા છે. બીએનપીના ચિન્હ પર આ વખતે બાંગ્લાદેશમાં માત્ર બે હિંદુ ઉમેદવાર ચૂંટણી જીતી સંસદ પહોંચ્યા છે. ગોયેશ્વર ચંદ્ર રોય તેમાંથી એક છે.

અહેવાલ પ્રમાણે તારિક રહેમાનની નવી કેબિનેટમાં ૪૦ મંત્રીઓને સામેલ કરી શકાય છે. તારિક નવા અને જૂના લોકો વચ્ચે તાલમેલ બેસાડવાની કવાયતમાં લાગ્યા છે. જે લોકોનું મંત્રી બનવું લગભગ નક્કી છે, તેમાં ગાયેશ્વર ચંદ્ર રોય પણ છે.
બધા સમુદાયને ભાગીદારી આપવાની વાત કરી
રિપોર્ટ પ્રમાણે કેબિનેટમાં મિર્ઝા ફખરૂલ ઇસ્લામ આલમગીર, સલાહુદ્દીન ચૌધરી, મિર્ઝા અબ્બાસ, હાફિઝ ઉદ્દીન અહેમદ, અમીર ખોસરૂ, મહમૂદ ચૌધરી અને અબ્દુલ મોઈન ખાનનું મંત્રી બનવાનું નક્કી છે. આ લોકો ખાલિદા ઝિયાની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
તારિક આ સિવાય કેટલાક નવા ચહેરાને મંત્રીમંડળમાં સામેલ કરવા ઈચ્છે છે, જેથી કેબિનેટમાં સંતુલન રહે. તેમાં શમા ઉબૈદ, અફરોઝા ખાનમ રીતા અને બેરિસ્ટર ફરઝાના શર્મિન પુતુલના નામ મુખ્ય છે. હિંદુ સમુદાયમાંથી આવતા ગોયેશ્વર ચંદ્ર રોય પણ મંત્રી બનવાની રેસમાંસામેલ છે. હકીકતમાં ચૂંટણી પહેલા તારિક રહેમાને બધા સમુદાયને ભાગીદારી આપવાની વાત કરી હતી.
તારિકનું કહેવું હતું કે બધાને સાથે લાવવાથી દેશનો વિકાસ થઈ શકશે. ગોયેશ્વર ચંદ્ર રોય બીએનપીની નીતિ નિર્માણ કમિટીના પ્રમુખ છે. ખાલિદા પરિવાર સાથે ગોયેશ્વરનો જૂનો સંબંધ છે. શેખ હસીનાના શાનમાં પણ ગોયેશ્વર ખાલિદાના પક્ષમાં હતા. ગોયેશ્વર ચંદ્ર રાય ઢાકા-૩ સીટથી જીતી સંસદ પહોંચ્યા છે. તેઓ ૧૯૭૮થી બીએનપીના સભ્ય છે.
ગોયેશ્વર ચંદ્ર ખાલિદા ઝિયાની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ગોયેશ્વરના વેવાઈ નિતોય રોય ચૌધરી પણ બીએનપીની ટિકિટ પર જીતી સંસદ પહોંચ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયની વસ્તી ૯ ટકા છે. પહેલા પણ કેબિનેટમાં હિંદુ સમુદાયને જગ્યા મળતી રહી છે. હસીના સરકારમાં દર વખતે બે હિંદુઓ કેબિનેટમાં હતા. યૂનુસની વચગાળાની સરકારમાં પણ હિંદુ સમુદાયથી આવનાર બિધાન ચંદ્ર પોદ્દારને સામેલ કરવામાં આવ્યા હતા.