Last Updated on by Sampurna Samachar
બંને દેશના વડાપ્રધાન વચ્ચે ૩૮૮૪ કરોડની ડિલ
થેલ્સની કંપની આ મિસાઈલ બનાવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને બ્રિટનની વચ્ચે મોટી રક્ષા ડીલ થઈ છે. મુંબઈમાં પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરની મુલાકાત દરમિયાન બંને દેશોએ ૪૬૮ મિલિયન ડોલર (લગભગ ૩૮૮૪ કરોડ રૂપિયા)ની ડિફેન્સ ડીલ પર સહમતિ થઈ છે. આ કરાર અંતર્ગત બ્રિટન ઇન્ડિયન આર્મીને હળવા વજનવાળી મલ્ટીરોલ મિસાઈલ સપ્લાય કરશે. થેલ્સની કંપની આ મિસાઈલ બનાવે છે.
રોયટર્સના રિપોર્ટ અનુસાર, બ્રિટિશ સરકારે પોતાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી અને ભારત સાથે ગાઢ સામરિક સંબંધો માટે ઐતિહાસિક વળાંક ગણાવ્યો છે. આ મિસાઈલો બ્રિટિશ કંપની થેલ્સ દ્વારા ઉત્તરી આયર્લેન્ડમાં બનાવવામાં આવશે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે આ ડીલથી લગભગ ૭૦૦ બ્રિટિશ નોકરીઓ સુરક્ષિત રહેશે. જે હાલમાં યુક્રેનને હથિયાર સપ્લાય કરનારા આ સંયંત્રમાં કામ કરે છે.
પ્રોજેક્ટની પ્રારંભિક કિંમત ૨૫૦ મિલિયન પાઉન્ડ
બ્રિટિશ સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ ડીલ ભારત અને બ્રિટન વચ્ચે કોમ્પ્લેક્સ વેપન્સ પાર્ટનરશિપની દિશામાં મોટું પગલું છે, જેના પર બંને દેશ વાતચીત કરી રહ્યા છે. મુંબઈમાં થયેલી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત-બ્રિટન વેપાર સંબંધોની પણ સમીક્ષા કરી.
થોડા મહિના પહેલા થયેલી મુક્ત વેપાર કરાર બાદ હવે બંને દેશ રક્ષા અને ટેક્નોલોજી ભાગીદારીમાં પણ ફોકસ કરી રહ્યા છે. બ્રિટને એવી પણ ઘોષણા કરી કે ભારત સાથે નૌસૈનિક જહાજો માટે ઇલેક્ટ્રિક એન્જિન ટેક્નિક પર પણ એક કરાર થયો છે. આ પ્રોજેક્ટની પ્રારંભિક કિંમત ૨૫૦ મિલિયન પાઉન્ડ ગણાવી છે.