Last Updated on by Sampurna Samachar
ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ
આ પ્રકારની ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા આઠ મહિનાથી રાત્રિના સમયે ખેતરોમાં રખેવાળી કરતા શ્રમિકોઅને ખેડૂતો માટે કાળ સમાન બનેલી ગેંગને ઝડપી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. ઊંઘતા લોકોના કાન કાપીને સોનાના દાગીનાની લૂંટ ચલાવતી ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથેઝડપી લીધા છે.

મળતી માહિતી અનુસાર, સાણંદ, ચાંગોદર અને કેરાળા જેવા વિસ્તારોમાં ખેતરોમાં પાકની રખેવાળીકરવા સૂતેલા ખેડૂતો અને મહિલાઓ પર આ ગેંગ ત્રાટકતી હતી. લૂંટારુઓ એટલા ક્રૂર હતા કે લૂંટના ઈરાદેસૂતેલા લોકો પર જીવલેણ હુમલો કરી, તેમના કાન કાપીને સોનાની કાનની વાળીઓ અને બુટ્ટીઓ ખેંચી લેતાહતા.
આરોપી પ્રકાશ રતીલાલ દેવીપુજક ફરાર
આ પ્રકારની ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળતો હતો.વધતી જતી લૂંટની ઘટનાઓને ગંભીરતાથી લઈ અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા ખાસ એક્શનપ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનીમદદથી જાળ બિછાવી હતી. બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી દશરથ ઉર્ફે દશો દેવીપુજક અને સંજયકોદારિયાની ધરપકડ કરી છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ સાણંદ ગામ, સાણંદ GIDC, કેરાળા અને ચાંગોદર વિસ્તારમાં કરેલીલૂંટની કબૂલાત કરી હતી. આ કેસમાં હજુ એક આરોપી પ્રકાશ રતીલાલ દેવીપુજક ફરાર છે, જેની શોધખોળચાલુ છે.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના દાગીના સહિતનો મોટો મુદ્દામાલ રિકવર કર્યો છે. અંદાજે ૫૭ ગ્રામથી વધુસોનાના અને ચાંદીના દાગીના સહિત કુલ ૬,૬૯,૭૭૧ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે.
અમદાવાદ ગ્રામ્ય LCBએ પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાણંદ ટાઉનપોલીસ મથકે સોંપ્યા છે.પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કોઈ વિસ્તારોમાં પણ આ પ્રકારના ગુના આચર્યા છે કેકેમ.