Last Updated on by Sampurna Samachar
૪૫૩ માલના GST દરમાં ફેરફાર કરવામાં આવ્યો
SBI ના રિપોર્ટમાં ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
GST કાઉન્સિલની ૫૬મી બેઠકમાં લેવાયેલા ર્નિણય બાદ, નાણા પ્રધાન ર્નિમલા સિતારમણે GST દરમાં મોટો ફેરફાર જાહેર કર્યાં છે, GST ના વેરામાં ફેરફારને કારણે, રોજબરોજના વપરાશ ઉપરાંત સામાન્ય ઘરગથ્થુ વસ્તુઓ અને સેવાઓ પરનો કર ઓછો થશે. આનાથી આગામી નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬) માં છૂટક ફુગાવો ૦.૬૫ થી ૦.૭૫ ટકા સુધી ઘટી શકે છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, નવા GST નિયમો લાગુ થયા પછી દેશમાં ફુગાવો ઘટશે.
GST કાઉન્સિલની ૫૬મી બેઠકમાં, જૂના ચાર-સ્તરીય કર માળખા (૫%, ૧૨%, ૧૮%, ૨૮%) ને દૂર કરવામાં આવ્યા હતા અને માત્ર દ્વિ સ્તરીય કર માળખા (૫% અને ૧૮%) ને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, કેટલીક લક્ઝરી વસ્તુઓ અને સેવાઓ માટે ૪૦% નો વિશેષ સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે, જેના હેઠળ ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ છે અને કેટલીક કરમુક્ત થઈ ગઈ છે.
ફુગાવો ઘટશે અને સામાન્ય લોકોને ફાયદો
તમાકુ અને સંબંધિત ઉત્પાદનોને બાદ કરતાં નવા કર દરો, આગામી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી લાગુ થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૪૫૩ માલના GST દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમાંથી ૪૧૩ માલ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જ્યારે માત્ર ૪૦ માલ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. લગભગ ૨૯૫ આવશ્યક માલ પર GST ૧૨ % થી ઘટાડીને ૫ % અથવા ૦% કરવામાં આવ્યો છે. આના કારણે, ગ્રાહકોને ખાસ કરીને ખાદ્ય ચીજો પર ૬૦% લાભ મળશે, જેના કારણે ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવો ૦.૨૫% થી ૦.૩૦% સુધી ઘટાડી શકાય છે.
SBI સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત, સેવાઓ પર ય્જી્ દરોને તર્કસંગત બનાવવાથી અન્ય માલ અને સેવાઓ પર છૂટક ફુગાવામાં ૦.૪૦ થી ૦.૪૫ ટકાનો ઘટાડો થશે. આમાં, ગ્રાહકોને ૫૦ ટકાનો લાભ મળવાનો અંદાજ છે. રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન એકંદરે છૂટક ફુગાવો ૦.૬૫ થી ૦.૭૫ ટકા ઘટી શકે છે.
GST કાઉન્સિલના દર તર્કસંગતકરણને કારણે સપ્ટેમ્બર ૨૦૧૯ માં સરેરાશ ય્જી્ દર ૧૪.૪% થી ઘટીને ૧૧.૬% થયો હતો. હવે નવા ફેરફારો પછી, તેને વધુ ઘટાડીને ૯.૫% કરી શકાય છે. નવા GST નિયમો આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવશે, જેનાથી ફુગાવો ઘટશે અને સામાન્ય લોકોને ફાયદો થશે.