Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન શિગેરુ ઇશિબાનું રાજીનામું આપ્યું
અમેરિકા સાથેના ટેરિફ કરારને યોગ્ય રીતે લાગુ કરવા માંગે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાનો ર્નિણય લીધો છે. જાપાનના નેશનલ બ્રોડકાસ્ટર NHK અનુસાર, સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં વિભાજન અટકાવવા માટે શિગેરુ ઇશિબાએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાતના થોડા અઠવાડિયા પહેલા ઇશિબાએ એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. પછી તેમણે કહ્યું હતું કે તેઓ અમેરિકા સાથેના ટેરિફ કરારને યોગ્ય રીતે લાગુ કરવા માંગે છે.
જાણો કેમ આપશે રાજીનામું?
હવે રાજીનામું આપવાનો ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે તેમની પાર્ટી ન્ડ્ઢઁ અને તેમના સાથી પક્ષોને જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ન્ડ્ઢઁ એ ઉપલા ગૃહમાં બહુમતી ગુમાવી દીધી, જેના કારણે પાર્ટીમાં મતભેદો અને અસંતોષ વધ્યો.
ઇશિબાએ પોતાના રાજીનામાથી સંકેત આપ્યો છે કે તેઓ પાર્ટીમાં એકતા જાળવી રાખવા માંગે છે અને તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશને રાજકીય અસ્થિરતાથી બચાવવાનો છે. આ ઘટનાક્રમ ફક્ત જાપાનના આંતરિક રાજકારણને જ નહીં, પરંતુ તે યુએસ-જાપાન વેપાર સંબંધો અને અન્ય આંતરરાષ્ટ્રીય કરારોને પણ અસર કરી શકે છે.
જાપાનના રાજકારણમાં હાલમાં રાજકીય અસ્થિરતા છે, જે છેલ્લા ૫ વર્ષથી ચાલુ છે. અહીં કોઈ પણ વડાપ્રધાન સતત ૩ વર્ષ સુધી ટકી શક્યા નથી. યોશીહિદે સુગાના કાર્યકાળનો સમય ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ૪ ઓક્ટોબર ૨૦૨૧ સુધી એટલે કે ૩૮૪ દિવસનો રહ્યો છે. ત્યારબાદ ફુમિયો કિશિદા વડાપ્રધાન બન્યા, જેમનો પ્રથમ કાર્યકાળ ૪ ઓક્ટોબર ૨૦૨૧થી ૧૦ નવેમ્બર ૨૦૨૧ સુધીનો રહ્યો છે, જ્યારે બીજો કાર્યકાળ ૧૦ નવેમ્બર ૨૦૨૧થી ૧ ઓક્ટોબર ૨૦૨૪ એટલે કુલ ૧૦૫૭ દિવસનો રહ્યો છે. તેમના બાદ શિગેરુ ઈશિબાએ જાપાનના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો. તેમનો પહેલો કાર્યકાળ ૧ ઓક્ટોબર ૨૦૨૪ થી ૧૧ નવેમ્બર ૨૦૨૪ સુધી માત્ર ૪૨ દિવસનો રહ્યો.
વડાપ્રધાનના કાર્યકાળમાં વારંવાર થતા ફેરફારોનું કારણ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (ન્ડ્ઢઁ) ની અંદર સત્તા સંઘર્ષ અને રાજકારણ હોવાનું માનવામાં આવે છે. ફરી એકવાર પીએમ પદમાં ફેરફારને કારણે આ દેશનું રાજકીય ભવિષ્ય અંધકારમાં લટકી રહ્યું છે.