Last Updated on by Sampurna Samachar
આતંકવાદી દર્શક બની સ્ટેડિયમમાંથી મેદાનમાં પહોંચ્યો
પાકિસ્તાને કરેલા દાવાને લઇ ઉઠ્યા સવાલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં ખેલાડીઓની સુરક્ષામાં ચૂક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમા રાવલપિંડીમાં રમાયેલી એક મેચ દરમિયાન આતંકવાદી મેદાનમાં ઘૂસી ગયો હતો. આ કારણે ટુર્નામેન્ટની સુરક્ષાને લઈને પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા દાવા પર સવાલો ઉઠવા લાગ્યા છે.

મેચ દરમિયાન આવેલો આતંકવાદી એક દર્શકના રૂપે સ્ટેડિયમમાં ઉપસ્થિત હતો. મેચ વચ્ચે તે મેદાનમાં ઘૂસી ગયો અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રચિન રવિન્દ્રને ગળે લગાવવા લાગ્યો. બાદમાં ખબર પડી કે તે દર્શક કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ પ્રતિબંધિત ઇસ્લામિક પાર્ટી તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનનો સમર્થક છે.
ખેલાડીઓની સુરક્ષામાં ચૂક
આ ઘટના બાદ પાકિસ્તાનમાં હાજર ખેલાડીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. દરેક એ જ પૂછી રહ્યું છે કે, શું આ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા છે. મહત્વનું છે કે, ૨૦૦૯માં પાકિસ્તાન આવેલી શ્રીલંકન ક્રિકેટ ટીમ પર હુમલો થઈ ચૂક્યો છે. તે સમયે ઘણા ખેલાડી ઘાયલ થયા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની સતત હાર બાદ આતંકવાદી અન્ય મેચોને નિશાન બનાવી શકે છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત હજુ લગભગ ૧૦ મેચ રમાનાર છે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો પ્રમુખ અબ્દુલ કાદિર મુમીનની પાકિસ્તાન યાત્રાને આ હુમલા સાથે જાેડીને જાેવામાં આવી રહી છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ સુરક્ષા વધુ મજબૂત કરવાનો દાવો કર્યો છે.
પાકિસ્તાનમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની સતત હાર થઈ રહી છે અને તેને લઈને ત્યાં ઉપસ્થિત આતંકવાદી સંગઠન આ ટ્રોફીની અન્ય મેચોને આતંકવાદની નિશાન બનાવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પ્રમુખે ત્રણ દિવસ પહેલા પાકિસ્તાનની યાત્રા કરી હતી. આ યાત્રા અંતર્ગત તેમણે બલૂચિસ્તાન આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રોવિન્સના આતંકવાદીઓ સાથે મુલાકાત પણ કરી હતી. મહત્વની વાત એ છે કે, કુખ્યાત આતંકી સરગના અબ્દુલ કાદિર પાકિસ્તાન આવી રહ્યો છે. આ બાબત પાકિસ્તાન સેના અને ગુપ્તચર એજન્સીને પણ ખબર હતી, પરંતુ તેના વિરોધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં.
એક આતંકવાદી સંગઠન સાથે સંબંધ રાખનાર વેબસાઇટે પણ આ હુમલાની જાણકારી આપી છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી પર આતંકવાદીના જોખમને જોતા પાકિસ્તાન સેનાએ સ્ટેડિયમની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. આ પહેલા એકવાર આતંકવાદી સંગઠન શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર આત્મઘાતી હુમલો કરી ચૂક્યા છે. હાલ આ જોખમને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ અન્ય દેશો સાથે પણ શેર કર્યું છે.