Last Updated on by Sampurna Samachar
વર્ષના અંત પહેલાં જ આ અંગે ર્નિણય લેવાશે
ખાતર સચિવ રજત કુમાર મિશ્રાએ આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં સૌથી વધુ વપરાતું ખાતર યુરિયા અને તેની સાથે જોડાયેલ પ્રોડક્ટ્સના ખર્ચમાં સરકાર જલદી જ ફેરફાર કરવા જઈ રહી છે. ખાતર સચિવ રજત કુમાર મિશ્રાએ કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધીમાં ૩૦ ગેસ આધારિત યુરિયા ઉત્પાદકોને નિશ્ચિત ખર્ચ પેમેન્ટ વધારવાની યોજના બનાવી રહી છે. તેમણે ખાતર ઉદ્યોગની એ ચિંતાઓને પણ દૂર કરી, જેમાં લગભગ ૨૫ વર્ષો સુધી ખર્ચમાં ફેરફાર નથી કરવામાં આવ્યો.

ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના એક કાર્યક્રમમાં મિશ્રાએ કહ્યું કે, નિશ્ચિત ખર્ચ, જેમાં પગાર અને મશીનરી મેન્ટેનન્સ સહિત વર્કિંગ કેપિટલનો સમાવેશ થાય છે, જે વર્ષ ૨૦૦૦થી વધુ મોંઘવારી હોવા છતાં જળવાઈ રહી છે. ત્યારે હવે લગભગ ૨૫ વર્ષ બાદ પ્રોડક્ટ્સના ખર્ચમાં વધારાની યોજના બનાવી રહ્યા છીએ. અમે જલદી જ ર્નિણય લઈશું. મને આશા છે કે આવું જલદી જ થઈ જશે અને માનવામાં આવી રહ્યું છે કે વર્ષના અંત પહેલાં જ આ અંગે ર્નિણય લઈશું. આમ તો મંત્રાલય આ ર્નિણય પોતાના સ્તરે જ લેશે અને તેની માટે મંત્રીમંડળની જરૂરિયાત નથી હોતી.
દેશમાં ખેડૂતોનું હિત યુરિયા સાથે સીધી રીતે જોડાયેલું
હજી તો સ્પષ્ટ નથી કે યુરિયા આધારિત ખાતરોનો ઉત્પાદન ખર્ચ વધવાની અસર ખેડૂતો પર પડશે કે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ખર્ચ વધવાથી તેની માર્કેટ વેલ્યુ જરૂરથી વધી જશે. જેનાથી ખેડૂતોને બચાવવા માટે સરકારે પોતાની સબસિડીની રેન્જ વધારવી પડશે. જાે ખેડૂત આ વધતા ભાવની અસરોથી બચી જાય છે કે તો તેની ભરપાઈ સરકારને પોતાના ખજાનામાંથી કરવી પડી શકે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારત સરકાર દેશમાં યુરિયા પર બંપર સબસિડી આપે છે. જેને લઈને ખેડૂતોને સસ્તા ભાવે યુરિયા મળી રહે છે. હકીકતમાં યુરિયાની પ્રતિ બોરી ખર્ચ ૧૬૩૫ રૂપિયા છે, પરંતુ ખેડૂતોને આ માત્ર ૨૬૬ રૂપિયામાં મળે છે. જેનો અર્થ એમ થાય કે એક બોરી યુરિયા પાછળ સરકાર ૧૩૬૯ રૂપિયાની સબસિડી આપે છે.
સીધી રીતે જોઈએ તો યુરિયાનો કુલ ખર્ચનો ૮૦ ટકા ભાર તો સરકાર જ ઉઠાવે છે, જેથી ખેડૂતો પર તેનો બોજ ન આવે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે લગભગ ૨ લાખ કરોડ રૂપિયાની સબસિડીની વાત કહી છે.
દેશમાં ખેડૂતોનું હિત યુરિયા સાથે સીધી રીતે જોડાયેલું છે. ખેડૂતો તરફથી વાપરવામાં આવતા કુલ ખાતરનો ૫૦થી ૬૦ ટકા ભાગ માત્ર યુરિયા છે. જો તેની બોરીનો ભાવ ૪૦૦થી ૫૦૦ રૂપિયા પણ થઈ જાય છે, તો પ્રતિ એકર ખેતીનો ખર્ચ પણ ૨.૫ હજાર કરોડ રૂપિયા સુધી વધી જાય છે. જેનાથી ૮૫ ટકા સીમાંત કે નાના ખેડૂતો પ્રભાવિત થશે. પાકનું ઉત્પાદન પણ ૮ થી ૧૫ ટકા સુધી ઘટી શકે છે.