Last Updated on by Sampurna Samachar
નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા રિપોર્ટ જાહેર કરાયો
ગરમીનો ધીરે ધીરે વધી રહ્યો છે પ્રકોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર દેશમાં તાપમાન વધી રહ્યું છે અને ફેબ્રુઆરી-માર્ચમાં જ ગરમી રૅકોર્ડ તોડી રહી છે. દરમિયાન જો તમે પણ અત્યારથી પંખા, કુલર અને AC નો આશરો લઈ રહ્યા હોવ તો તમે ખૂબ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગરમી ખૂબ પડશે.

જોકે આ સાથે જ વધુ એક મોટી મુશ્કેલી દસ્તક આપી શકે છે તે છે પાવર કટ. ભારતના ટોપ ગ્રિડ ઓપરેટરે ગરમીની સીઝનમાં સમગ્ર દેશમાં થનાર પાવર કટને લઈને મોટી ચેતવણી જાહેર કરી દીધી છે. જે અનુસાર મે અને જૂનમાં ભારે માંગની વચ્ચે વીજળીની ભયંકર અછત સર્જાશે અને આ દરમિયાન પાવર કટનું રિસ્ક સૌથી વધુ હશે.
વધતી ગરમી સામે વીજળીની માંગ પૂરી કરવી મુશ્કેલ
નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર (NLDC )એ વીજળીના પુરવઠા અને તેના વપરાશને લઈને તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કર્યો છે. તે અનુસાર મે-જૂનમાં દેશમાં વીજળીની માંગ ૧૫ થી ૨૦ ગીગાવોટ (GW) સુધી પહોંચી શકે છે. NLDC અનુસાર મેમાં આ ડિમાન્ડ સૌથી વધુ હશે અને આ માંગને પૂરી કરવી ખૂબ મુશ્કેલ હશે.
એક અનુમાન અનુસાર લગભગ એક તૃતીયાંશ શક્યતા છે કે મેમાં સરેરાશ પુરવઠો પૂરો પાડી શકાશે નહીં. જૂનમાં વીજળીનો પુરવઠો પૂરતો ન હોવાની ૨૦ ટકા શક્યતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વખત મે અને જુલાઈમાં માગ પૂરી થઈ શકતી નથી. માંગ અને પુરવઠાની વચ્ચે ૧૫ ગીગાવોટથી વધુનું અંતર થઈ જાય છે. મે, જૂન, જુલાઈ અને ઑગસ્ટ ૨૦૨૫માં બિન-સૌર કલાક દરમિયાન અછત થવાની વધુ શક્યતા છે.‘
NLDC અનુસાર આ વર્ષે ઉનાળામાં મહત્તમ માંગ ૨૭૦ ગીગાવોટ રહેવાનું અનુમાન છે. ગયા વર્ષે ૨૫૦ ગીગાવોટ વીજળીની માંગ હતી. NLDC ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં રિન્યુએબલ એનર્જીના માધ્યમને ટૂંક સમયમાં ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. માંગ-પક્ષમાં અમુક ઉપાય, જેવા લોડ શિફ્ટિંગ રણનીતિ મદદ કરી શકે છે.
NLDC એ આને લઈને કોલસા આધારિત સાધનોની ક્ષમતા વધારવા માટે ઈલેક્ટ્રિસિટી ઍક્ટ ૨૦૦૩ હેઠળ ઇમરજન્સી પાવરને લાગુ કરવાનું પણ સૂચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતની બેઝલોડ વીજળી ક્ષમતામાં કોલસા આધારિત સાધનોનું પ્રભુત્ત્વ છે. છેલ્લા અમુક વર્ષોમાં આ સાધનોની ક્ષમતા સ્થિર રહી છે, જે આ વધતી માંગને પૂરી કરી રહ્યા નથી. પરિણામે, ગ્રિડ કંટ્રોલર ઑફ ઇન્ડિયા લિમિટેડ હેઠળ એનએલડીસીને આ વર્ષે મે અને જૂનમાં વીજળીની ભારે અછતની શંકા છે.