Last Updated on by Sampurna Samachar
સપા પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી માહોલ ગરમાયો
સરકાર પાસે આ બદમાશો સામે કાર્યવાહી કરવા માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના સંભલના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહમૂદે કાવડ યાત્રા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. આ લોકો તોડફોડ કરી રહ્યા છે અને ગુંડાગીરી કરી રહ્યા છે. તેમના આ નિવેદને કાવડયાત્રાની પવિત્રતા અને તેમાં સામેલ લોકોના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે, હવે તેમના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે.
સપાના ધારાસભ્યએ કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા સપા ધારાસભ્યએ કહ્યું કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. તેમણે દાવો કર્યો કે આ લોકો રસ્તાઓ પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમનું સ્થાન જેલમાં છે. તેમણે સરકાર પાસે આ બદમાશો સામે કાર્યવાહી કરવા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી.
કાવડયાત્રામાં સાચા શિવભક્તોની સંખ્યા ઓછી
સપાના ધારાસભ્યએ તોફાન મચાવી રહેલા કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતા વધુ ગુંડાઓ છે. તેમણે દાવો કર્યો કે, આ લોકો રસ્તા પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમની જગ્યા જેલમાં છે. તેમણે સરકારને આ ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને જેલ મોકલવાની માગ કરી છે.
મહમૂદે મુઝફ્ફરનગરમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં કાવડયાત્રીઓએ બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ વાનમાં તોડફોડ કરી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે,કાવડયાત્રામાં સાચા શિવભક્તોની સંખ્યા ખૂબ ઓછી છે, જ્યારે ગુંડાગીરી કરનારાઓની સંખ્યા વધુ છે.
તેમણે આગળ કહ્યું કે, આ લોકો સારા કર્મ નથી કરી રહ્યા, પરંતુ બીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે તેમના કર્મોનું ફળ પરલોકમાં ભોગવવું પડશે. આ અગાઉ ઈકબાલ મહમૂદે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્ર રાણા દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ ઈકરાન પર કરવામાં આવેલી નિકાહ કુબૂલ હૈ, કુબૂલ હૈ વાળી ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપી હતી.
ઈકબાલ મહમૂદે કહ્યું હતું કે, આ તમામ લોકો ખોટા છે અને તેમની જગ્યા જેલમાં હોવી જોઈએ. અમારા સમાજમાં તમામ વર્ગના લોકો રહે છે. તેમણે હિન્દુ સમાજને અપીલ કરી કે, લોકો આગળ આવો અને આવા નિવેદન આપનાર વ્યક્તિનો વિરોધ કરે અને તેને જેલમાં નાખવાનો પ્રયાસ કરો.
આ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું દ્વેષપૂર્ણ નિવેદન અશોભનીય છે અને આવા વ્યક્તિ માટે જેલ સિવાય કોઈ સ્થાન નથી. આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી CM યોગીએ આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ અને આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.